Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

સાવરકુંડલામાં અખિલ ભારતીય કડિયા સમાજની મિટિંગમાં હોબાળો :બેફામ ગાળાગાળી :ખુરશીઓ ઉડાવી તોડફોડ કરી

મિટિંગ હોલમાં મારામારીના દ્રશ્યો સર્જાયા ;40થી વધુના તોલા સામે ફરિયાદ

સાવરકુંડલામાં અખીલ ભારતીય કડીયા સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી માટેની મિટિંગ મળી હતી. જેમાં જબરો હંગામો થયો હતો મિટિંગ કાર્યવાહી ચાલુ હતી ત્યારે કાનજીબાપુ ઉપવન વાડીમાં  ૪૦ લોકોનું ટોળુ ધસી આવ્યું હતું અને મિટિંગ હોલમાં ખુરશીઓ ઉડાવી તોડફોડ શરૂ કરી દીધી હતી

  •   આ તકે  અન્ય હોદ્દેદારોને બેફામ ગાળાગાળી કરી હતી અને તેની સાથે રહેલા અન્ય શખ્સોએ છરી અને રિવોલ્વર દેખાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. દરમિયાન કેટલાક શખ્સોએ એક બે હોદેદારોને તો ઢીકા-પાટુનો માર માર્યા હતા. અંતે આ અંગે સાવરકુંડલાના કડીયા સમાજના પ્રમુખે ૪૦ના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી.

  •     સભા મંડપની ખુરશીને ઉલાળતા-ઉલાળતા ગાળાગાળી કરતા સ્ટેજ સુધી પહોંચી ગયા હતા અને  સમર્થકો એ  હોલમાં જ હડફેટે ચડેલા હોદેદારો પર હુમલો પણ કર્યો હતો બાદમાં  મિટિંગ હાલના તબક્કે મુલત્વી રાખી દેવામાં આવી હતી
(12:47 am IST)