Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

રાજ્યમાં 10 ટકા અનામતના અમલની જાહેરાત બાદ GPSC ની પરીક્ષા સ્થગિત: નવી તારીખ હવે જાહેર થશે

ગાંધીનગર:આર્થિક પછાત અને બિન અનામત વર્ગને ૧૦ ટકા અનામત આપવાના બિલ પર રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર કરતા જ કાયદો બની ગયો છે, જેને પગલે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ મકર સંક્રાંતિ એટલે કે ૧૪ જાન્યુઆરીથી રાજ્યના ઉચ્ચ શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીઓમાં આર્થિક રીતે નબળા બિન અનામત વર્ગને અનામતનો લાભ આપવાની જાહેરાત કરી છે.

 

આ સાથે જ ૧૪ જાન્યુઆરી બાદ રાજ્યમાં શૈક્ષણિક પ્રવેશો અને સરકારી નોકરીઓની થયેલી જાહેરાતોમાં ભરતી માટેની કોઈ તબક્કાની પ્રક્રિયા શરૂ ન થઇ હોય તેમાં આ લાભ મળવા પાત્ર થશે.જો કે ત્યારબાદ હવે આ ભરતી અને પ્રવેશ પ્રક્રિયા હાલ સ્થગિત રાખી ૧૦ ટકા અનામતનો લાભ આપવામાં આવશે

 

  સરકારની આ જાહેરાત પછી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ની પરીક્ષાઓ પાછી ઠેલાઈ છે. જીપીએસસીની પ્રિલીમનરી પરીક્ષાઓ ૨૦ જાન્યુઆરીએ લેવાવવાની હતી પણ હવે તેને અટકાવી દેવામાં આવી છે. પરીક્ષાની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.

  જીપીએસસીના ચેરમેન દિનેશ દાસાએ ટ્વિટમાં જણાવ્યા પ્રમાણે, જીપીએસસીની ૨૦ જાન્યુઆરીએ લેવાનારી પ્રિલમનરી પરીક્ષા આર્થિક નબળા વર્ગ માટે જાહેર કરેલ અનામતના કારણે સ્થગિત કરવામાં આવી છે. જીપીએસસી હવે પછી વધુ વિગતો સમય સમય પર જાહેર કરશે.

(11:24 pm IST)
  • 'અંગુઠા છાપ ''નિવેદન પર પોતાના ઘરમાં જ ઘેરાયા રામવિલાસ પાસવાન ;પુત્રીએ કહ્યું માફી માંગો નહીંતર ધરણા કરીશ ;પાસવાનની પુત્રી આશાએ ચેતવણી આપી છે કે જો તેના પિતા આના માટે માફી નહિ માંગે તો પટના સ્થિત લોજપાના પ્રદેશ મુખ્યાલય સામે ધરણા પર બેસશે access_time 12:54 am IST

  • કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ સાહિત્ય સંમેલનમાં કહ્યું ,નેતાઓએ બીજા ક્ષેત્રોમાં દખલગીરી કરવી જોઈએ નહીં :અત્રે ઉલ્લેખનીય છે કે આ સંમેલન લેખિકા નયનતારા સહગલને અપાયેલા નિમંત્રણ પાછું લેવાના કારણે વિવાદમાં સપડાયું છે :ગડકરીએ આ વિવાદ અંગે સીધો ઉલ્લેખ કર્યા વગર કહ્યું કે નેતાઓએ અન્ય ક્ષેત્રોમાં દાખલ ના કરવી જોઈએ access_time 1:38 am IST

  • સપા -બસપા ગઠબંધન મજબૂત :એનડીએએ પોતાને સુદઢ બનાવવું પડશે ;ચિરાગ પાસવાને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બંને પક્ષોએ લાંબા સમય સુધી શાસન કર્યું ત્યાં લોકોને બેરોજગારી અને અપરાધને પગલે અન્ય જગ્યાએ જવા મજબુર થવું પડ્યું access_time 12:48 am IST