Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

અમદાવાદ : છેતરપીંડીની ફરિયાદમાં પોન્ઝી કૌભાંડી ઝહીર રાણા દ્વારા કોર્ટમાં જામીન અરજી દાખલ

પાલડીના ઉદ્યોગપતિને નારોલમાં ત્રણ મકાન આપવાના બહાને 24 લાખની છેતરપીંડી કરી

અમદાવાદ : વર્ષ 2014માં એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છેતરપિંડીની ફરિયાદમાં જામીન મેળવવા માટે પોન્ઝી કૌભાંડી ઝહીર રાણા દ્વારા અમદાવાદ સીટી સિવિલ અને સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી છે. ગત મહિને પોલીસ દ્વારા ઝહીર રાણાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ઝહીર રાણા સામે 2014માં પાલડીના ઉદ્યોગપતિ દ્વારા 24 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી.

પાલડીના ઉદ્યોગપતિ ભીમસિંહ પરમાર દ્વારા એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી કે રાણાએ નારોલ વિસ્તારમાં ત્રણ મકાન આપવાના બહાને તેની સાથે 24 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.

પરમારે આક્ષેપ કર્યો હતો કે ઝહીર રાણાએ નવેમ્બર 2011માં કહ્યું હતું કે 1 વર્ષ સુધીમાં તેને મકાનનો કબજો મળી જશે. ત્યારબાદ પોન્ઝી સ્કેમમાં પણ ઝહીર રાણાની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદની મેટ્રો કોર્ટ દ્વારા ઝહીર રાણા સામે બિન જામીનપાત્ર વોરન્ટ કાઢવામાં આવ્યો હતો.

આ અંગે પરમારને વધુ જાણ થતાં તેણે તપાસ કરાવી અને ઝહીર રાણાના કહ્યા પ્રમાણેની કોઈ કોલોની કે મકાન ન હોવાનું સામે આવ્યું હતું. જ્યારબાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી.

(11:18 pm IST)