Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

રાજપીપળા નગરપાલિકા ફાયર વિભાગમાં ભરતીની જાહેરાતથી જુના હંગામી કર્મચારીઓ સાથે અન્યાયનો આક્ષેપ કરતા પૂર્વ પ્રમુખ

ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ થતા જ રાજપીપળા નગરપાલિકાના સદસય અને પૂર્વ પ્રમુખ મહેશ વસાવાએ આક્ષેપો કરતા ઉઠ્યા અનેક સવાલ

(ભરત શાહ)રાજપીપળા : રાજપીપળા નગરપાલિકાના ભાજપ કોંગ્રેસ અને કેટલાં અપક્ષ સભ્યોએ સામાન્ય સભામા કરવાના ઠરાવના સ્થાને સર્ક્યુલર ઠરાવમા સહી કરતા વર્ષો જૂના કર્મીઓને ઘરે બેસવાનો વારો આવશે માટે જુના હંગામી કર્મચારીઓ સાથે અન્યાય છે તેવા આક્ષેપ રાજપીપળા નગરપાલિકાના સદસય અને પૂર્વ પ્રમુખ મહેશ વસાવાએ કરતા અનેક સવાલો ઉઠ્યા છે
 ધોરણ 12નો અભ્યાસ અને 35 વર્ષ સુધીની ઉંમર હોય તેવા જ ઉમેદવારોને નોકરીમા રાખવા ની વાત વર્ષો જુના હંગામી કર્મચારીઓ સાથે અન્યાય કરશે,ત્યારે ચુંટાયેલા સભ્યોએ જુના કર્મીઓના હિતને ધ્યાને રાખ્યા વિના કાગળ ઉપર સહીઓ કરી આપી હોય તેનુ પરીણામ વર્ષોથી વફાદારીથી નોકરી કરતા ગરીબ કર્મચારીઓએ ભોગવવું પડશે અને આ નવી ભરતીની જાહેરાત મુજબ જુનાનો ભોગ લેવાશે તેવા આક્ષેપ મહેશભાઈ વસાવાએ કર્યા છે.સાથે સાથે આ સર્ક્યુલર ઠરાવ લોકશાહીનુ ખૂન છે અને મ્યુન્સિપલ એકટનુ ઉલંઘન છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
 આ બાબતે નવા મુકાયેલા પાલિકાના મુખ્ય અધિકારી પરાક્રમસિંહ મકવાણાએ જણાવ્યું કે ઉપરથી ઇમરજન્સીમાં બધી નગરપાલિકાની સાથે આપણી પાલિકાની નિવિદા બહાર પાડવાની સૂચના હતી માટે સર્ક્યુલર ઠરાવથી આ કમગીરી કરી છે, પાલિકા સભ્યોની રૂબરૂ મિટિંગ કરી નથી.હું હાલમાં રજા પર છું.

(10:37 pm IST)