Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

રાજપીપળાની.એમ.આર.વિદ્યાલય ખાતે મા.શાળા શિક્ષક ક્રેડિટ સોસાયટીના સભાસદોનું મેડિકલ ચેકઅપ કરાયું

 (ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાની એમ. આર.વિદ્યાલય ખાતે શનિવારે નર્મદા ,ભરૂચ માધ્યમિક શાળા કર્મચારી ક્રેડિટ સોસાયટીના સભાસદોના મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું જેમાં સોસાયટીના પ્રમુખ પ્રવિણસિંહ રાણા, ચેરમેન મહેન્દ્રભાઈ પટેલ,નાંદોદ તાલુકા કારોબારી સભ્ય કિશોરસિંહ રાઠોડ, તિલકવાડા તાલુકા કારોબારી સભ્ય પરેશભાઈ વસાવા સહિતના હોદ્દેદારો દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પને આયોજન કરાયું જેમાં સભાસદોનું નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું, કેમ્પનો મોટી સંખ્યામાં સભાસદોએ લાભ લીધો અને તમામ સભાસદોએ કોવિડના નિયમના પાલન સાથે આ કેમ્પને સફળ બનાવ્યો હતો.

(10:35 pm IST)