Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

ડેડીયાપાડાના માલસામોટ ગામની પ્રસૂતાની મોઝદા 108 ટિમ દ્વારા એમ્બ્યુલન્સમાં સફળતા પૂર્વક પ્રસુતિ કરાવાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ડેડીયાપાડા તાલુકાના મોઝદા 108 એમ્બ્યુલન્સ ટીમે તાલુકાના માલસમોટ ગામથી ડિલિવરી માટેનો કોલ આવતા મોઝદા 108 એમ્બ્યુલન્સના પાઇલોટ કિરીટભાઈ વસાવા અને ઈ.એમ. ટી.હીરાજી ઠાકોર તાત્કાલિક માલસામોટ ગામે પોંહચી મહિલા દર્દીને લઈને હોસ્પિટલ જવા નીકળેલા તે સમયે રસ્તામાં દર્દીને અસહ્ય પીડા ઉપડતા, ઈ.એમ.ટી હીરાજી એ સમયની ગંભીરતાને પારખી એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાવવા માટે પૂરતી તૈયારી કરી લીધી હતી.
  ડિલિવરી દરમિયાન બાળકના ગળામાં નાળ વીંટળાયેલી હતી. ઈ.એમ.ટી. એ સમયસૂચકતા દાખવી બાળકના ગળામાંથી ગર્ભનાળ સરકાવી એમ્બ્યુલન્સમાં સફળ ડિલિવરી કરાવી હતી. ત્યારબાદ વધુ સારવાર અર્થે માતા તથા બાળકને દેડિયાપાડા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સ્થિતિ સારી હોવાનું જાણવા મળ્યું છે.નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામો માટેના ઇમરજન્સી કેસો માટે 108 એમ્બ્યુલન્સની સેવા સફળ અને આશીર્વાદ રૂપ સાબિત થાય છે.

(10:32 pm IST)