Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

સોસિયલ મીડિયા નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ અને આગેવાનો વિરુદ્ધ ખોટી ટિપ્પણી કરનાર શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) નર્મદા જિલ્લાના વિવિધ વોટ્સએપ ગ્રુપોમાં એક વિડિઓ અપલોડ કરી જેમાં નસામાં નાચતા હોય એવા ભાજપના હોદેદારોને બતાવી ખોટી ટિપ્પણીઓ અને આક્ષેપો કરી પોસ્ટ કરતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો ફેલાયો હતો.જેથી જૂનો વિડિઓ અપલોડ કરી ખોટી ટિપ્પણી કરનાર અજાણ્યા શકશો વિરુદ્ધ જિલ્લા ભાજપ મહામંત્રી નીલ રાવે રાજપીપલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.અને આ બાબતે આજે રાજપીપળા એપીએમસી ખાતે એક પ્રેસ કોન્ફરન્સ પણ રાખી જીલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ,ભાજપ મહામંત્રી નીલ રાવ સહિતના આગેવાનો એ પત્રકારોને આ બાબતની વિગતો આપી આવું હીન કૃત્ય કરનારા ઓને કડક સજા કરવા માંગ કરી છે.

(10:22 pm IST)