Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

નર્મદા જિલ્લામાં આજે 11 જ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા : કુલ આંક 1659 પર પહોંચ્યો

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા :આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર. એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં 11 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળા ઠાકર હોસ્પિટલ પાછળ-01,રજપૂત ફળીયા -01, નાંદોદમાં-રોયલ સનસીટી -01 ,નિકોલી- 01, મોટા લીમટવાડા-01,તિલકવાડાના કંથરપરા -01,ડેડીયાપાડા- 03,સાગબારા-02 મળી જિલ્લામાં કુલ-11 દર્દી પોજેટિવ નોંધાયા છે.

 રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 12 દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટરમાં 11 દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશન માં 38 દર્દી દાખલ છે.આજરોજ 16 દર્દી સાજા થતા તેમને રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ 1583 દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 1659 પર પહોચ્યો છે.આજે વધુ 382 સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:18 pm IST)