Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં એક અઠવાડિયા બાદ એક સાથે 3 કોરોના પોઝિટિવ કેસ નીકળતા તંત્ર દોડતું થયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં છેલ્લા એક અઠવાડિયાથી એક પણ કોરોના પોઝિટિવ કેસ જોવા મળ્યો ન હતો જેથી તંત્ર રાહત અનુભવી રહ્યું હતું ત્યારે આજે એક સાથે 03 પોજેટિવ કેસ જોવા મળતા તંત્ર દોડતું થયું છે.
આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.કશ્યપે આપેલા આજના કોરોનાના આંકડા મુજબ જિલ્લામાં કુલ 11 પોજેટિવ દર્દીઓ જોવા મળ્યા છે જે પૈકી 03 દર્દીઓ ડેડીયાપાડા ના છે.ત્યારે અગાઉ એક સપ્તાહ સુધી અહીં એક પણ પોજેટિવ કેસ જોવા મળ્યો ન હતો અને આજે અચાનક એક સાથે 3 કેસ નિકળતા આરોગ્ય વિભાગ ની ટિમો કામે લાગી છે

(10:15 pm IST)