Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

અમદાવાદ-સાણંદ હાઇવે પર ગીબપુરા પાસે કાર ડિવાઇડર કુદીને સામેથી આવતા બે વાહન સાથે અથડાઇ : ત્રણ લોકોના કરૂણમોત

કરીમનગર પાસે કાર ડિવાઇડર કુદીને સામેના રસ્તા પર આવી ; બીજી તરફથી આવતી બાઇક અને એક્ટિવાને ટક્કર મારી

અમદાવાદ-સાણંદ હાઇવે પર ગીબપુરા પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. કાર ડિવાઇડર કુદીને સામેથી આવતા બે વાહન સાથે અથડાઇ હતી જેને કારણે ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

અમદાવાદ-સાણંદ હાઇવે પર ગીબપુરાના કરીમનગર પાસે કાર ડિવાઇડર કુદીને સામેના રસ્તા પર આવી ગઇ હતી જેને કારણે બીજી તરફથી આવતી બાઇક અને એક્ટિવાને ટક્કર મારી હતી. આ દૂર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા. બનાવની જાણ થતા જ લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે સાણંદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

(9:57 pm IST)