Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

બોડકદેવની હોટલમાં યુવકે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

સટ્ટાની લત્તે એક યુવાનનો ભોગ લીધો : ૭મીએ ઓફિસે જવાનું કહી નિકળેલા યુવકની ૧૦ ડિસે. લાશ મળી, સ્યુસાઈટ નોટમાં સટ્ટાની લતનો ઉલ્લેખ

અમદાવાદ, તા.૧૨ : અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં સટ્ટાએ એક યુવકનો જીવ લઇ લીધો હોવાની ઘટના સામે આવી છે. શહેરના મોઢેરા વિસ્તારમાં રહેતા ૨૭ વર્ષિય ચિરાગ પટેલ ૭મી ડિસેમ્બરે ઘરેથી નોકરી જવાના બહાને નિકળ્યો અને બોડકદેવ વિસ્તારમાં આવેલી મુકુંદ હોટલમાં ગયો હતો અને ૧૦મી તારીખે હોટલના રૃમના બાથરૃમમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે કબ્જે કરેલી સ્યુસાઇડ નોટમાં આત્મહત્યા માટે ચિરાગે સટ્ટાની લતને જવાબદાર ઠેરવી હતી..

વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ મુકુંદ હોટલમાં એક યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. આ અંતિમ પગલું ભરવા પાછળનું કારણ સુસાઇડ નોટમાં યુવકે ઉલ્લેખ કર્યો છે કે સટ્ટાની ટેવથી કંટાળી આ પગલું ભર્યું છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, મોઢેરામાં રહેતો અને ખાનગી કંપનીમાં નોકરી કરતો ૨૭ વર્ષીય ચિરાગ પટેલે વસ્ત્રાપુરની મુકુંદ હોટલમાં ૬૧૦ નંબરના રૃમમાં બાથરૃમમાં દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે.

યુવક ચિરાગ પટેલ ૭મી ડીસેમ્બરના રોજ ઘરેથી નોકરી જવાનું કહી નીકળ્યો હતો. ત્યારબાદ પરત ન આવતાં પરિવારજનોએ શોધખોળ કરી હતી. જોકે ૧૦મી તારીખના સવારે મુકુંદ હોટલના મેનેજરે રૃમ ખોલીને જોતા ચિરાગ પટેલે બાથરૃમમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જે બાદ વસ્ત્રાપુર પોલીસને જાણ કરતાં પોલીસે પહોંચી તપાસ કરતાં યુવકે ચિરાગ પટેલ પાસેથી ચાર પાનાની સુસાઇડ નોટ મળી આવી હતી

જોકે સટ્ટો રમવાની આ યુવાનની ટેવના કારણે તેનું દેવું થઇ જવાથી આખરે તેને મોત ને વ્હાલું કર્યું હતું. ચિરાગે સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો કે, સટ્ટાની ટેવ લીધે થાકી ગયો હોવાથી આ અંતિમ પગલું ભરી રહ્યો છું. તેને પરિવારજનોની માફી પણ માગી અને લખ્યું છે કે, મમ્મી રડતી નહિ અને મને કોઈ યાદ પણ ના કરતા, સોરી મેં તમારા બધાનું નામ બગાડ્યું. મામાનો વિશ્વાસઘાત કર્યો છે. પપ્પા મારા બગડવા પાછળ કોઈનો હાથ નહીં. હું જવાબદાર છું. આજે નહીં તો કાલે મરવાનું જ છે. મારી પાછળ રડતા નહીં.

ચિરાગે પરિવાર સહિત અન્ય જેટલા લોકો પૈસા ચૂકવાના છે તે પણ ઉલ્લેખ કર્યો છે. ચિરાગે તે પણ લખ્યું છે કે, જે અત્યાર સુધી પરિવારે જલસા કરાવ્યા છે એ બીજું કોઈ ન કરવી શકે. આમ કરી પરિવાર માફી માંગતી સુસાઇડ નોટ લખી છે. જો કે વસ્ત્રાપુર પોલીસ અકસ્માત મોત ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છેપ

યુવાનીમાં યુવાનો જોશની સાથે હોશ ગુમાવી બેઠતા હોય છે અને અવળા રસ્તે જતા હોય છે. ત્યારે સટા રમવાની કુટેવના કારણે આ યુવાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

(8:55 pm IST)