Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

પત્નીની હત્યા બાદ નાસી છુટેલો પતિ ઝડપાઈ ગયો

ગળેટૂંપો દઈ મૃતદેહને કોથળામાં વીંટી દીધો હતો : પતિએ હત્યાના સ્થળે ચિઠ્ઠી મૂકી હતી જેમાં હત્યાનું કારણ લખ્યું હતું, પોલીસે રાજસ્થાનના યુવકની ધરપકડ કરી છે

સુરત,તા.૧૨ : સુરત શહેરમાં એક પતિએ પોતાની પત્નીને ગળેટૂંપો આપી અને હત્યા કરી નાંખી હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો હતો. આ ઘટનામાં રૃપિયા આપીને લગ્ન કરનાર યુવાન પત્નીના ત્રાસથી કંટાળી ગયો હતો અને પતિની હત્યાનો પ્રયાસ કરનાર પત્નીને પતિએ ગળે ટૂંપો આપી હત્યા કરી પતિ ફારાર થઈ ગયો હતો. જોકે પતિએ હત્યાના સ્થળે એક ચિઠ્ઠી મૂકી હતી જેમાં તેણે હત્યાનું કથિત કારણ લખ્યું હતું. પોલીસે આ મામલે રાજસ્થાનના વતની એક યુવકની ધરપકડ કરી છે. બનાવ વિગત એવી છે કે સુરત શહેરના પુણાના મુક્તિધામ સોસાયટી વિસ્તારમાં અઠવાડિયા પહેલા પત્નીની હત્યા કરી લાશને રૃમમાં સંતાડીને ભાગી જનાર પતિ લીખારામ ઉર્ફ લક્ષ્મણ કેશારામ ચૌધરી રાજસ્થાનથી પકડાયો છે. થોડા મહિના પહેલા ૩ લાખ આપી દલાલ થકી કૌશલ્યા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ કૌશલ્યાએ ઝઘડા કરી ૨-૩ ડિસેમ્બરની રાત્રે લીખારામને માર માર્યો હતો.

          તેથી લીખારામે કૌશલ્યાનું ગળું દબાવી હત્યા કરી લાશ કોથળામાં પેક કરી નાસી ગયો હતો. પુણા પોલીસે અઠવાડિયા બાદ રાજસ્થાનથી ઝડપ્યો છે. ઘટનાની વિગત એમ છે કે સુરત ના પુણા ગામ ખાતે આવેલી ભકતી નગર ખાતે એક મકાન તેરસ પર એક મહિલાની હત્યા કરેલી લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી જોકે પોલીસ ને જાણકારી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી જઈને આ મામલે તપાસ શરૃ કરી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે  છેલ્લા ૬ મહિનાથી રહેતા પરિવારમાં યુવાન રાજસ્થાનનો વતની હોવાનું ખુલ્યું હતોુંઅને મરનાર મહિલા મધ્યપ્રદેશની વતની હતી. યુવાનના લગ્ન થતા ન હોવાના કારણે તેણે રૃપિયા ૩ લાખ આપીને મહિલા સાથે લગ્ન કર્યા હતા અને સુરત ખાતે આવીને રહેતા હતા. જોકે લગ્નના થોડા દિવસ બાદ પત્ની સતત પતિને ત્રાસ આપવાની સાથે હેરાન કરતી હતી અને પતિને પોતાની નજીક આવવા દેતી નહોતી. જેને લઈને સતત પતિ પતિ વચ્ચે ઝઘડા ચાલતા હતા જોકે એક બે દિવસ પહેલા પત્ની એ પતિને મારી નાખવાની કોશિષ કરી હતી. જેને લઈને પત્નીના ત્રાસથી કંટાળીને પત્નીને પોતાના મકાન ધાબા પર લઈ ગયો હતો અને દોરી વડે પત્નીને ટૂંપો આપી હત્યા કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ બનાવમાં આરોપી પતિ લીખારામ ઉર્ફ લક્ષ્મણ કેશારામ ચૌધરી રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે.

(8:55 pm IST)