Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

ભાજપની કાર્ય પદ્ધતિ મુજબ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની રાજકોટમાં પોતાના વિસ્તારના પેજ પ્રમુખ તરીકે નોંધણી કરાઈ

અમદાવાદ : ભાજપની કાર્ય પદ્ધતિ મુજબ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની રાજકોટમાં પોતાના વિસ્તારના પેજ પ્રમુખ તરીકેની નોંધણી કરવામાં આવી હતી.
  સુરત ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને શ્રીમતી અંજલીબેન રૂપાણીને ભાજપના કાર્યકર તરીકે પેજ પ્રમુખના ઓળખકાર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા.
  મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની આ પદ્ધતિ રહી છે કે પાર્ટી જે યોજના નક્કી કરે તે મુખ્યમંત્રી અને બુથના કાર્યકર્તા બધાને લાગુ પડે.
 ગુજરાતમાં ૫૦ હજાર બુથમાં પેજ પ્રમુખ બનાવવાની યોજનાનો ભાજપ દ્વારા રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો. હું પહેલા ભાજપના કાર્યકર્તા છું અને પછી મુખ્યમંત્રી છું. મારા વિસ્તારમાં એક પેજની જવાબદારી મારી પણ બને છે. જેના ભાગરૂપે આજે મને આ ઓળખકાર્ડ આપવામાં આવ્યા છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

(8:08 pm IST)