Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

ભણે ગુજરાત : રાજ્યમાં મંજુર કરાયેલા મહેકમ સામે ધોરણ 1થી8માં કુલ 9362 શિક્ષકોની જગ્યા ખાલી: RTIમાં ખુલાસો

ધોરણ – 1 થી 5માં કુલ 5786 શિક્ષકોની જગ્યા જ્યારે ધોરણ – 6 થી 8માં ગણિત – વિજ્ઞાનમાં 2274, સામાજિક વિજ્ઞાનમાં – 1302 ખાલી.

અમદાવાદ : રાજ્યની પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં મંજુર કરાયેલા મહેકમ સામે ધોરણ – 1 થી 8 સુધીમાં કુલ 9362 શિક્ષકોની જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું છે.

ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા 5મી ડિસેમ્બરના રોજ RTI (રાઈટ ટુ ઇન્ફોર્મેશન) હેઠળ આપવામાં આવેલા જવાબમાં જણાવવામાં આવ્યું છે કે ધોરણ – 1 થી 5માં કુલ 5786 શિક્ષકોની જગ્યા ખાલી છે, જ્યારે ધોરણ – 6 થી 8માં ગણિત – વિજ્ઞાનમાં 2274, સામાજિક વિજ્ઞાનમાં – 1302 ખાલી છે.

સાબરકાંઠાના યુવાન દ્વારા RTIમાં પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે 31મી ઓગસ્ટ 2020ના મહેકમ મુજબ પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં વિષય મુજબ કેટલી જગ્યાઓ ખાલી છે, તેની વિગતો માંગી હતી. આ સવાલનો જવાબમાં ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીના જાહેર માહિતી અધિકારી દ્વારા આપવામાં આવ્યો હતો.

આ મુદ્દે વાતચીત કરતા ટેટ-૨ પાસ ઉમેદવાર હરદેવ વાળાએ જણાવ્યું હતું કે ” પ્રાથમિક શિક્ષણ ખૂબ જ મહત્વનું છે અને જો મોટી સંખ્યામાં શિક્ષકોની જગ્યા ખાલી રાખવામાં આવે તો તેનો અસર વિધાર્થીઓના અભ્યાસ પર પડી શકે છે”. સરકાર દ્વારા વહેલી તકે શિક્ષકોની ભરતીમાં કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરું છું

(7:51 pm IST)