Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

બોરસદ તાલુકાના સંતોકપુરા વિસ્તારમાં કિશોરીને અગાઉ લગ્નની લાલચ આપી જાતીય અત્યાચાર ગુજારનાર નરાધમને અદાલતે દસ વર્ષની કેદની સજાની સુનવણી કરી

બોરસદ: તાલુકાના સંતોકપુરા ગામે રહેતી એક કિશોરીને લગj કરવાની લાલચ આપીને બાઈક પર ભગાડીને લઈ જઈને અલગ-અલગ જગ્યાઓએ તેણીની મરજી વિરૂદ્ઘ વારંવાર જાતીય અત્યાચાર ગુજારનારને આણંદની સ્પેશ્યલ પોક્સો કોર્ટે તકશીરવાર ઠેરવીને દશ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર સંતોકપુરા ગામની વીજળી માતા સીમમાં રહેતો ગોવિંદ ઉર્ફે ગોયલો ફુલાભાઈ ઠાકોર ગત ૨૦-૧૧-૧૬ના રોજ નજીકમાં જ રહેતી એક ૧૫ વર્ષ અને ૧૧ માસની ઉંમર ધરાવતી કિશોરીને લગj કરવાની લાલચ આપીને બાઈક પર ભગાડીને પ્રથમ તારાપુર આગળ આવેલા વીરોજા ગામે લઈ ગયો હતો. બીજા દિવસે પણ ત્યાં રહ્યા હતા ત્યારે ગોવિંદે તેણીને હું તારી સાથે જ લગj કરવાનો છુ તેમ જણાવીને દવા પીને મરી જવાની ધમકી આપીને કિશોરી ઉપર બે વખત જાતિય અત્યાચાર ગુજાર્યો હતો. ત્યારબાદ મોરજ અને પાવાગઢ ખાતે પણ લઈને તેણીને મરી જવાની ધમકીઓ આપીને વારંવાર જાતિય અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. આ તરફ કિશોરીના પિતાએ બોરસદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગોવિંદ ઉર્ફે ગોયલા વિરૂદ્ઘ અપહરણનો ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. દરમ્યાન ૨૫-૧૧-૨૦૧૬ના રોજ ગોવિંદ કિશોરીને લઈને બોરસદ પોલીસ મથકે હાજર થઈ ગયો હતો. પોલીસે તેની વિધિવત ધરપકડ કરીને તપાસ પૂર્ણ કર્યા બાદ ચાર્જશીટ ફાઈલ કરી હતી.

(6:21 pm IST)