Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

નડિયાદની પીપલગ ચોકડી નજીક કેનેડાથી પરત ફરત યુવકને મારવાના ઇરાદે લોકો ઘુસી આવતા અફડાતફડી

નડિયાદ:શહેરના પીપલગ ચોકડી પાસે સમય એલિગન્સ નામથી સોસાયટી આવેલ છે. અહીના મકાન નં.૫૭માં રહેતા પટેલ પરિવારનો દીકરો હિમાંશુ પટેલ કેનેડા ખાતે રહે છે. જેના લગj અમદાવાદના મણીનગરમાં રહેતા ત્રિવેદી પરિવારની દીકરી સાથે ૩ વર્ષ પહેલા થયા હતા. શરૂઆતમાં લગjજીવન સુખમય પસાર થયું હતુ, પરંતુ બાદમાં દંપતી વચ્ચે બોલાચાલી અને ઝઘડા થતા ત્રણ માસ અગાઉ બંનેએ કેનેડામાં જ છૂટાછેડા લઇ લીધા હતા. જોકે આ બાબતે યુવક-યુવતીના પરીવારજનોને ભારે મનદ:ુખ થયું હતુ. થોડા સમય અગાઉ હિમાંશુ તેના પિતાની તબિયત નાદુરસ્ત હોઇ નડિયાદ આવ્યો હતો. જે બાબતની જાણ યુવતીના પરિવારને થતા આજે સાંજના સમયે યુવતીના પરિવારજનો યુવકના ઘરે આવ્યા હતા. સમય એલીગન્સ ખાતે યુવકના ઘરે દિપક ત્રિવેદી અને તેજસ બારોટ નામના ઇસમો આવ્યા હતા. જેઓ ઘરમાં પ્રવેશ્યા હતા, અને પરીવારજનો સાથે વાતચીત કરી હતી. દરમ્યાન ૧૦થી વધુ લોકોનું ટોળુ અચાનક ઘરની બહાર ઘસી આવ્યુ હતુ, જે લોકોએ ઘર બહાર પાર્ક કરેલ કારના કાચ, તેમજ ઘરના બારીના કાચ તોડી ભારે ધમાલ મચાવી હતી. દરમ્યાન પરિવારજનોએ પોલીસને જાણ કરતા આ તોફાની તત્વો ત્યાથી ભાગી છૂટ્યા હતા. સમગ્ર ઘટના અંગે પશ્ચિમ પોલીસનો સંપર્ક કરતા હાલ નડિયાદ ફરીયાદ લેવાની કાર્યવાહી ચાલી રહી હોવાનું જાણવા મળ્યુ છે.

(6:21 pm IST)