Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

વડોદરા નજીક નેશનલ હાઇવે પર બોલેરો પીકઅપ વાહનને આઇશર ટેમ્પાએ ટક્કર મારતા ખેડૂતનું કરુણ મૃત્યુ

વડોદરા:નજીક નેશનલ હાઇવે પર એક બોલેરો પિકઅપ વાનને પાછળથી આઇશર ટેમ્પાએ ટક્કર મારતા ટેમ્પામાં બેસેલ તેમજ સયાજીપુરા માર્કેટમાં લીલા મરચા આપવા જતા ખેડૂતનું કરૃણ મોત નિપજ્યું  હતું.

આ અંગેની વિગત એવી છે કે ડભોઇ તાલુકાના ધરમપુરા ગામમાં રહેતા મહેન્દ્ર મગનભાઇ બારીયા (ઉ.વ.૪૫) ખેતીકામ સાથે સંકળાયેલા છે. તેમણે ખેતરમાં પકવેલા લીલા મરચા નજીકમાં રહેતા પિતરાઇ ભાઇ રમણ વિઠ્ઠલભાઇ બારીયાની બોલેરો પિકઅપ વાનમાં ભરીને ગઇકાલે સાંજે વડોદરા સયાજીપુરા માર્કેટમાં જવા નીકળ્યા હતાં. ટેમ્પો રમણ બારીયા ચલાવતો હતો જ્યારે ટેમ્પામાં મહેન્દ્ર ઉપરાત હરેશ ગણપત બારીયા તેમજ શની છગનભાઇ બારીયા બેઠા હતાં.

ટેમ્પો વડોદરા કપુરાઇ ચોકડીથી સયાજીપુરા માર્કેટ તરફ નેશનલ હાઇવે પરથી પસાર થતો હતો ત્યારે લીંબુડી ધરતી હોટલની સામે પૂરપાટઝડપે પાછળથી આવતા એક આઇશર ટેમ્પાએ બોલેરો પીકઅપને જોરદાર ટક્કર મારતા પિકઅપ વાને પલટી મારી હતી અને તેમાંથી ફંગોળાયેલા મહેન્દ્ર બારીયાને ગંભીર ઇજા થવાથી કરૃણ મોત નિપજ્યું હતું.

(6:19 pm IST)