Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

પાલનપુરના ધુઢિયાવાડી વિસ્તારમાં થઇ રહેલ બાળલગ્ન અટકાવી પોલીસે તપાસ હાથ ધરી

પાલનપુર: તાલુકાના તાજપુરા ધુઢિયાવાડી વિસ્તારમાં બે ભાઈઓના લગ્ન થઈ રહ્યા હતા. જેમાં એક પુખ્ત વયનો ન હોઈ બાળલગ્ન પ્રતિબંધ હોવાથી કોઈકે બાળલગ્ન અધિકારીને જાણ કરતાં લગ્નસ્થળે આવી પહોંચી એક ભાઈની ઉંમર ૧૯ વર્ષ હોઈ પુખ્ત ન હોઈ તેના લગ્ન અટકાવવા તેમજ આ મામલે લોકોને સમજૂતી પણ આપી હતી.

બાળલગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરીને મળેલ લેખીત અરજી મુજબ પાલનપુર ખાતેના તાજપુરા ધુઢિયાવાડી વિસ્તારમાં બાળલગ્ન થઈ રહેલ છે. જેના આધારે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી એમ.કે.જોષી, લીગલ કમ પ્રોબેશન ઓફીસર પી.એ.ઠાકોર તેમજ કાઉન્સેલર મનીષાબેન પટેલ દ્વારા સ્થળ પર તપાસ કરતા બે ભાઈઓ અને કે જેમાં એક પુખ્ત હતો. જ્યારે બીજો ૧૯ વર્ષની ઉંમર હતો. તેમના લગ્ન થઈ રહ્યા હતા. જેથી અધિકારીઓની સંયુક્ત કાર્યવાહીના અનુસંધાને પાલનપુર ખાતે બાળલગ્ન અટકાવવામાં આવેલ હતા. આ કાયદામાં જણાવ્યા મુજબ દિકરીની ઉંમર ૧૮ વર્ષ અને દિકરાની ઉંમર ૨૧ વર્ષ પુરા ન થાય ત્યાં સુધી લગ્નનું આયોજન કરવું નહી. તેમજ લીગલ ઓફીસર પી.એ.ઠાકોર દ્વારા લગ્ન આયોજનમાં મદદગારી કરનાર રસોઈયા તેમજ મંડપ ડેકોરેશન કરનાર તેમજ લગ્નવિધી કરાવનાર બ્રાહ્મણને તેમજ હાજર તમામ વ્યક્તિઓને બાળલગ્નના કાયદાની સમજ આપી કાયદાકીય દંડ અને સજાની ગંભીરતા સમજાવેલ હતી. જોકે બે પૈકી એક દુલ્હા-દુલ્હનની ઉંમર પુખ્ત જોવા મળતા તેના લગ્ન થઈ શક્યા હતા.

(6:19 pm IST)