Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

મહેસાણામાં સુરતના ભેજાબાજે દંપતીને કેનેડાના વર્ક પરમીટ વિઝા અપાવવાના બહાને 6.50 કરોડની છેતરપિંડી આચરતા ગુનો દાખલ

મહેસાણા:શહેરમાં ઓફિસ શરૃ કરીને સુરતના એક ભેજાબાજ દંપતીએ કેનેડાના વર્ક પરમીટ વિઝા અપાવવાના બહાના હેઠળ ૩૨૫ વિદેશી જવા ઇચ્છુકોને લાલચમાં ફસાવી રૃ.૬.૫૦ કરોડની છેતરપીંડી આચરી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે બી ડિવીજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે. 

સુરત ખાતે આવેલ પાલનપુર જકાતનાકા પાસેના રાજવલ્ડ ફલેટના ચોથા મળે રહેતા સંદીપ જીતેન્દ્રભાઇ કાપડીયા અને તેની પત્ની અવની કાપડીયાએ થોડાક સમય પહેલાં મહેસાણા શહેરના રાધનપુર રોડ ઉપર આવેલ ક્રિષ્ણા કોમ્પલેક્ષમાં એસ.કે.ઇન્ટરનેશનલ વિઝા કન્સલ્ટીંગ એજન્સી નામની ઓફિસ શરૃ કરી હતી. જેથી મહેસાણા રામોસણા રોડ પર આવેલ અનમોલ વિલામાં રહેતા કેતન પિયુશકાંત દેસાઇએ તેમનો સંપર્ક કર્યો હતો. તેઓને આ દંપતીએ કેનેડાના વર્ક પરમીટ વિઝા અપાવવાના બહાના હેઠળ વિશ્વાસ આપી છેતરપીંડી આચરવાના ઇરાદે કાવતરૃં રચ્યું હતું. જેમાં પોતાની ફર્મ સ્પેકટ્રાઇમીગ્રેશન એન્ડ ઇન્ટરનેશનલ ટુર્લ દ્વારા ફરિયાદી અને તેમના સંપર્કવાળા વ્યક્તિઓને કેનેડાના વર્ક પરમીટ વિઝા અપાવવાનો ખોટો ભરોસો આપ્યો હતો.

(6:18 pm IST)