Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

ગાંધીનગરમાં સે-7માં ઓપીડી બંધ રાખી ખાનગી પ્રેક્ટિસ કરનાર ડોકટરો વિરુદ્ધ વિરોધ

ગાંધીનગર:શહેર અને જિલ્લામાં એલોપેથી પ્રેક્ટીસ કરતા ખાનગી હોક્ટોરો ણ આજે ઇન્ડિય મેડિકલ એસો. એ આપેલી હડતાલમાં જોડાયા હતા. ગાંધીનગર શહેરના સેક્ટર-૭ના ડોક્ટર ઝોનમાં આજે સવારથી દવાખાના બંધ જોવા મળ્યા હતા. જો કે, કોરોનાના કે ઇમરજન્સી ધરાવતા દર્દીઓ હેરાન ન થાય તે માટે ખાનગી તબીબોએ પણ ખાસ કાળજી લીધી હતી.આયુર્વેદની ડિગ્રી ધરાવતા તબીબોને પણ ઓપરેશન કરવાની છુટ આપવાની સામે છેલ્લા ઘણા દિવસોથી એલોપેથી વિભાગના ડોક્ટરો વિરોધ કરી રહ્યા છે. આ માટે ઇન્ડિય મેડિકલ એસોસીએશન દ્વારા આજે એટલે ક, તા.૧૧ ડિસેમ્બરના રોજ હડતાલનું એલાન આપ્યું હતું. જેમાં સરકારી એટલે કે, સિવિલ કે આરોગ્ય કેન્દ્રમાં તથા સરકારી સંસ્થામાં જોડાયેલા એલોપેથીક ડોક્ટરો જોડાયા ન હતા પરંતુ ખાનગી હોસ્પિટલ કે ક્લિનીક ધરાવતા ડોક્ટરોએ પોતાની ઓપીડી બંધ રાખીને આયુર્વેદ તબીબોને ઓપરેશનની છુટ આપવાનો વિરોધ કર્યો હતો. આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમમાં ગાંધીનગરન શહેર જિલ્લાના ખાનગી તબીબો પણ જોડાયા હતા. જે અંતર્ગત ગાંધીનગરના સેક્ટર-૭, ઘ-૫, સે-૨૧, ઘ-૬, ઘ-૨, ગ-૨ તથા ન્યુ ગાંધીનગર, ચિલોડા, કલોલ, દહેગામ અને માણસામાં ખાનગી તબીબોએ આજે ઓપીડી બંધ રાખી હતી જ્યારે કોરોનાના દર્દીઓ ઉપરાંત ઇમરજન્સી ધરાવતા દર્દીઓ હેરાન ન થાય તેની પણ કાળજી આ વિરોધ વચ્ચે લેવામાં આવી હતી જે અંતર્ગત આવા દર્દીઓને સારવાર આપવામાં આવી હતી અથવા તો તેમને ગાંધીનગર સિવિલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.  

(6:18 pm IST)