Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

સુરતના સચિનના પાલીગામમાં પગાર જમા કરાવવા જતા વૃદ્ધને રીક્ષા ચાલકે હડફેટે લેતા સારવાર દરમ્યાન મૃત્યુ

સુરત: શહેર પોલીસ પાસેથી મળેલી વિગત મુજબ સચીનના પાલીગામમાં બ્રિજ નીચે રહેતા 55 વર્ષીય રામચંદ્ર આનંદ ગોંડા ગત તારીખ 10મી રાત્રે સચિન જીઆઇડીસી ખાતે પગાર લઈને મની ટ્રાન્સપોર્ટમાં પગાર જમા કરાવવા પગપાળા જતા હતા. તે સમય સચીન જીઆઇડીસી ગેટ નંબર 4 પાસે પૂરપાટ હંકારતા અજાણ્યા રિક્ષાચાલકે તેમને ટક્કર મારતા વિજય થઈ હતી. 

જેથી તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે રામચંદ્ર મૂળ ઓરિસ્સાના વતની હતા. તેમને સંતાનમાં બે પુત્રી છે. તે પરિવારનું ભરણપોષણ કરવા માટે સંચા ખાતામાં નોકરી કરતા હતા. આ અંગે સચીન જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી છે.

(6:17 pm IST)