Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

વડોદરાના કલાલી વિસ્તારમાં 16 વર્ષીય કિશોરે અગમ્ય કારણોસર ઘરમાં ફાસો ખાઈ જીવન ટુંકાવતા અરેરાટી

વડોદરા:શહેરના કલાલી વિસ્તારમાં ચાણક્યનગરી ખાતેના મકાનમાં ૧૬ વર્ષના એક કિશોરે રહસ્યમય સંજોગોમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.

આ અંગેની વિગત એવી છે કે કલાલી રોડ પર ચાણક્યનગરી નામના કોર્પોરેશનના મકાનમાં રહેતા ૧૬ વર્ષના કિશોરે પરિવારના સભ્યો ઘેર ન હતા ત્યારે ઓઢણી વડે પંખા પર લટકીને ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું  હતું. બપોરે તેની માતા રસોઇ કામેથી પરત ફરી ત્યારે પુત્રને પંખા પર લટકતી હાલતમાં જોતા શોરબકોર કરતા લોકો ભેગા થઇ ગયા હતાં. આ અંગે બાદમાં માંજલપુર પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.

ઉલ્લેખનીય છે કે મૃતક કિશોરે ધોરણ ૯ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેના પિતા  ખાનગી ઓફિસમાં પટાવાળા તરીકે નોકરી કરે છે જ્યારે મોટો ભાઇ રિક્ષા ચલાવે છે અને માતા રસોઇ કરવા બહાર જાય છે. પોલીસે આત્મહત્યા અંગે તપાસ શરૃ કરી છે.

(6:17 pm IST)