Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

વડોદરા જિલ્લામાં નેશનલ હાઇવે પર અજાણ્યા ટ્રકે બાઈક સવારને હડફેટે લેતા કમકમાટીભર્યું મૃત્યુ

વડોદરા:જિલ્લામાં અકસ્માતના બે અલગ અલગ બનાવો નોંધાયા છે જેમાં નેશનલ હાઇવે નંબર 8 ઉપર અજાણ્યા ટ્રક ચાલકે બાઇક સવારને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું જ્યારે ડભોઇ રોડ ઉપર ટોઇંગ કરી જતી ક્રેનને ઓવરટેક કરતા અકસ્માત સર્જાયો હતો જેમાં ઇકો કારમાં સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

મોરબી ના રહેવાસી 30 વર્ષીય પંકેશભાઈ ચૌહાણ ડભોઇ રોડ પર પોતાની ઇકો કારમાં કામ અર્થે જઇ રહ્યા હતા. ત્યારે અકોટાદર ગામની નજીક બંધ પડેલા ટ્રેલર ને ટ્રોઇંગ કરી જતી ક્રેનને ઓવરટેક કરવા જતાં પંકેશભાઈએ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ટોઇનગ કરેલા ટેન્કરમાં ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં કારચાલકને ઓછી-વત્તી ઇજા પહોંચી હતી જ્યારે બાજુમા બેસેલા રૂમજીભાઈ ભીલ ને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું સ્થળ પર જ  મોત નીપજયું હતું. અકસ્માત અંગે ડભોઇ પોલીસે પંકેશભાઈ ચૌહાણ વિરુદ્ધ અકસ્માતે મોતના કાગળો તૈયાર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(6:16 pm IST)