Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

અમદાવાદના ઓઢવમાં વરઘોડામાં પિસ્તોલથી ફાયરિંગ કર્મર વરરાજા વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ:ઓઢવમાં વરઘોડામાં પિસ્ટલથી ફાયરિંગ કરતા વરરાજાનો વિડીયો વાયરલ થતા ઓઢવ પોલીસે તપાસ હાથ ધરીને ફાયરિંગ કરનારા વરરાજાની તેના ઓઢવના ઘરેથી અટક કરી હતી. લાયસન્સવાળી પિસ્ટલ તેના પિતાની હોવાનું બહાર આવતા પોલીસે તેના પિતા વિરૂધ્ધ પણ ગુનો નોંધ્યો હતો.

ઓઢવ વિસ્તારમાં એક અજાણ્યો શખ્સ પોતાના લગ્નપ્રસંગના વરઘોડામાં ફાયરિંગ કરતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જેને આધારે ઓઢવ પોલીસે તપાસ કરતા વરઘોડામાં પિસ્ટલથી ફાયરિંગ કરનાર શખ્સ ઓઢવમાં હરેકૃષ્ણા સોસાયટીમાં રહેતો શીવા સુમનસિંહ રાજપુત હોવાની માહિતી મળી હતી. જેને આધારે પોલીસે આરોપીના ઘરે તપાસ કરતા શીવા ઘરે મળી આવ્યો હતો.

પોલીસે મોબાઈલમાં વિડીયો બતાવી પુછપરછ કરતા શીવા રાજપુતે 9 ડિસેમ્બર 2020ના રોજ સાંજે પોતાની સોસાયટીમાં પોતાના લગ્નપ્રસંગના વરઘોડામાં ખુશીના આવેશમાં આવીને હવામાં ફાયરિંગ કર્યું હોવાની કબુલાત કરી હતી. વધુમાં તેણે આ પિસ્ટલ તેના પિતા સુમનસિંહ એસ.રાજપુતની હોવાનું તથા તે લાયસન્સવાળી હોવાનું કહ્યું હતું. આથી ઓઢવ પોલીસે શીવા રાજપુતની અટક કરી હતી. જ્યારે પોતાનું પરવાનાવાળુ હથિયાર અન્યને આપવા બદલ શીવાના પિતા સુમનસિંહ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

(6:16 pm IST)