Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

સુરતમાં માતા-પિતા ભણાવવા માંગતા હતા અને પુત્રી બિઝનેશ કરવા માંગતી હતીઃ મુક્‍ત વાતાવરણ ન મળતા 4 વખત આપઘાતનો પ્રયાસ કર્યો પરંતુ બચી ગઇ

સુરત: ગઈકાલે સુરતના પારલે પોઇન્ટ વિસ્તારમાંથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. શરૂઆતમાં યુવતીના ગુપ્ત ભાગે ઈજા હોવાથી અપહરણની વાતો વહેતી થઈ હતી. પરંતુ બાદમાં યુવતીની તપાસ કરતા તેમાં મોટો વળાંક આવ્યો હતો. યુવતીએ પોતાની સાથે કોઈ દુષ્કર્મ જેવી ઘટના ન બની હોવાનું યુવતીએ પોલીસને નિવેદન આપ્યું હતું. પોલીસ પૂછપરછમાં ચોંકાવનારી હકીકત સામે આવી કે, ચાર વાર આત્મહત્યા કરવા છતાં તેને મોત મળ્યું ન હતું.

સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી ૧૮ વર્ષીય યુવતી ગતરોજ સવારના સમયે પોતાના ઘરેથી અગ્રવાલ કોલેજમાં કોલેજનું ફોર્મ ભરવા ગઈ હતી. જોકે તે બપોર સુધી ઘરે પરત નહીં આવતાં પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. ગઈ કાલ મોડી સાંજ સુધી યુવતીની ભાળ નહીં મળતા આખરે પરિવાર લિંબાયત પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે જાણવાજોગ ગુમની ફરિયાદ લઇ તેની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન સુરતના પાર્લે પોઇન્ટ ગોકુલધામ એપાર્ટમેન્ટની પાછળના ભાગથી યુવતી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. જેથી સ્થાનિક લોકોએ તાત્કાલિક આ અંગે ઉમરા પોલીસ મથકને જાણ કરી હતી. બીજી તરફ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી આ યુવતીને સૌપ્રથમ ૧૦૮ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી. તપાસ દરમિયાન આ યુવતી બીજી કોઈ નહીં પરંતુ ગોડાદરામાંથી ગુમ થયેલી યુવતી હોવાનું બહાર આવ્યું હતું. જે બાબતે તપાસ શરૂ કરી હતી.

જેમાં નવો વળાંક આવ્યો હતો કે, કોલેજમાં ફોર્મ ભરવા જવાનું કહીને નીકળ્યા બાદ રહસ્યમય સંજોગોમાં મોડી રાત્રે પાર્લેપોઇન્ટના ગોકુલધામ એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાંથી શારિરીક ઇજા અને ગુપ્તાંગમાંથી લોહી નીકળતી હાલતમાં મળી આવેલી ગોડાદરાની યુવતીએ પરિવાર ભણાવવા ઇચ્છતો હતો. પરંતુ પોતે બિઝનેસ કરવાની અને માતા-પિતાની બંદીશમાં નહિ, પરંતુ પોતાની મરજીથી જીંદગી જીવવા ન મળતા આપઘાતનું પગલું ભર્યાની કબૂલાત કરી હતી. બાદમાં ઇજાગ્રસ્ત યુવતી ભાનમાં આવ્યા બાદ પોલીસે તેની પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં યુવતી નેટર્વકિંગ બિઝનેસ કરવા માગતી હતી. પરંતુ તેના પરિવારજનો અભ્યાસ કરાવવા માંગતા હતા. યુવતીને ઘરમાં મુક્ત વાતાવરણ મળતું ન હતું. જેથી કોલેજમાં ફી ભરવા જવાનું કહીને ઘરેથી 7 હજાર રૂપિયા લઇને નીકળી હતી.

આ યુવતી ઘરેથી રીક્ષામાં પરવટ પાટિયા ગઇ હતી અને ત્યાંની એક દુકાનમાંથી પોતાની પસંદના જીન્સ, ટોપ, શોર્ટશ ખરીદયા હતા અને બ્યુટી પાર્લરમાં જઇ કપડા ચેન્જ કરી મેકઅપ કરાવ્યો હતો. ત્યાર બાદ આપઘાત કરવાના ઇરાદાથી ડુમસના દરિયા કિનારે ગઇ હતી. પરંતુ ભરતીના અભાવે દરિયામાં પાણી કિનારાને બદલે અંદરથી હતું. ફરી તેને જ્યાંથી ટેક્સીમાં ઉભરાટ ગઇ હતી. પરંતુ કોરોનાને કારણે બીચ બંધ હોવાથી પરત સુરત મગદલ્લા ખાતે આવી હતી. જ્યાંથી પાર્લેપોઇન્ટ અંબિકા નિકેતન મંદિર નજીકના એક મેડીકલ સ્ટોર્સમાંથી ઉંદર મારવાની દવા ખરીદી તે પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વોમિટ થતા બધી દવા નીકળી ગઇ હતી. જેથી અંધારાનો લાભ લઇ ગોકુલધામ એપાર્ટમેન્ટના ધાબા પર ગઈ હતી. ત્યાંથી તેણે મોબાઇલ પરથી પિતાને મેસેજ કર્યા બાદ તોડી નાંખ્યો હતો અને પોતે ત્રીજા માળે ધાબા પરથી છલાંગ લગાવી હતી.

યુવતીએ ભાનમાં આવતાની સાથે જ પરિવારની બંદીશમાં નહીં પરંતુ સ્વતંત્ર જીવન જીવવાની ઇચ્છા પુરી નહીં થતા એક દિવસ પોતાની મરજી મુજબ જીંદગી જીવી લઇ મોત વ્હાલુ કરવાનો પ્રયાસ કર્યાની કબૂલાત કરી છે. જેથી ઉમરા પોલીસે 307 અને 376 ની જે ફરિયાદ નોંધી હતી. તે બાબતે કોર્ટમાં કર્યાવહી કરી વધુ તપાસ શરૂ કરી છે.

(4:36 pm IST)