Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

શિયાળામાં શાક માર્કેટમાં અનેક શાકભાજીની બોલબાલાઃ પોષણને પરિપૂર્ણ કરવા માટે લીલા શાકભાજી સર્વશ્રેષ્‍ઠ

અમદાવાદ: લીલા શાકભાજીમાંથી પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને ખનિજો મળે છે. શાકભાજીમાં બધા પોષણ તત્વો જોવા મળે છે. સ્વસ્થ આહાર મગજ માટે વધુ ફાયદાકારક છે. નિયમિત ફળો અને શાકભાજી ખાવાથી તમારું આરોગ્ય વધુ સારું રહેશે અને તમે હંમેશાં યુવાન દેખાશો. શિયાળામાં મળતા તાજા શાકભાજી દરરોજ ખાવાના ઘણા ફાયદા છે. શાકભાજીમાં ઓછી ચરબી અને કેલરી હોય છે, જેનું સૌથી મોટું કારણ છે કે શાકભાજીમાં પૂરતા પ્રમાણમાં પાણી હાજર હોય છે. શાકભાજીના નિયમિત વપરાશ દ્વારા, આપણે આપણા સ્વાસ્થ્યને સુધારી શકીએ છીએ. . લીલા શાકભાજીમાં લોહ અને કેલ્શિયમની ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે..લીલા શાકભાજીમાં મેગ્નેશિયમની માત્રા ખૂબ ઊંચી છે અને ગ્લાયકેમિક ઇન્ડેક્સની માત્રા ઓછી છે, જે ડાયાબિટીસને ઘટાડવા માટે મદદરૂપ સાબિત થાય છે. શાકભાજીમાં રહેલા આયર્ન અને કેલ્શિયમ આપણા વાળને ખરતા અટકાવે છે. લીલા શાકભાજીમાં વિટામીન એ, વિટામિન સી, કેલ્શિયમ અને આયર્નનો સમાવેશ થાય છે. શાકભાજીમાં પોટેશિયમ હોવાથી હાયપરટેન્શન ઘટાડે છે...મહત્વની વાત એ છે કે આપણા શરીરમાં પોષણને પરિપૂર્ણ કરવા માટે લીલા શાકભાજી કરતાં વધુ સારૂ કંઈ જ નથી.

  • ભીંડા

1. ડાયાબિટીઝ- ભીંડામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે તેથી આ ડાયાબિટીઝના રોગીઓ માટે ખૂબ લાભકારી છે.

2. ઘૂંટણનો દુ:ખાવો- જો તમારા ઘૂંટણમાં દુ:ખાવો રહે છે તો ભીંડા ખાઓ. ભીંડામાં કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે અને સાંધાના દુ:ખાવામાં રાહત પહોંચાડે છે. તેમા રહેલ ચિકણો પદાર્થ પણ આપણા હાડકા માટે ખૂબ સારો હોય છે.

3. અસ્થમા- ભીંડામાં વિટામીન સી જોવા મળે છે. જે અસ્થમાના લક્ષણને પાંગરતા રોકે છે. આ અસ્થમાના રોગીઓ માટે ખૂબ જ ફાયદાકારી છે. આ ઉપરાંત ભીંડા ફેફ્સામાં સોજો અને ગળામાં ખરાશથી રાહત અપાવવામાં પણ મદદરૂપ છે.

4. આંખો માટે ફાયદાકારી- જે લોકોની આંખો નબળી છે. તેમને ભીંડા ખાવાથી ખૂબ ફાયદો થાય છે. તેમા જોવા મળતા વિટામીન એ આંખો માટે ખૂબ જ લાભકરી હોય છે. તેનાથી આંખોની રોશની વધે છે.

5. સ્વસ્થ વાળ- જો તમારા વાળ ડ્રાય અને નિસ્તેજ છે તો ભીંડા તમારા માટે ફાયદાકારી છે.. વાળને ચમકદાર બનાવવા માટે ભીંડાને ઉકાળો. જ્યારે તે એકદમ પાતળા થઈ જાય ત્યારે તેમા લીંબુ નીચોવી વાળમાં લગાવો. આનાથી વાળની કંડીશનિંગ થઈ જશે અને વાળ સિલ્કી તેમજ સ્મૂથ બની જશે.

  • કંકોડા

આ શાકમાં આટલી તાકાત છે કે તેનો થોડા જ દિવસ સેવન કરવાથી શરીર ફોલાદી થઈ જશે. આ શાકનું નામ છે કંકોડા. આ શાકને મીઠા કારેલાના નામથી પણ ઓળખાય છે. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે તેના વિશે આવું પણ કહેવાય છે કે તેમાં મીટથી 50 ગણું વધારે તાકાત અને પ્રોટીન હોય છે. કંકોડાની ખેતી દુનિયાભરમાં શરૂ થઈ ગઈ છે. તેના મુખ્ય રૂપથી ભારતના પર્વતીય ક્ષેત્રમાં ખેતી કરાય છે.

1. બીપી- કંકોડામાં રહેલ મોમોરડીસિન તત્વ ફાઈબરની વધારે માત્રા માટે રામબાણ છે. મોમોરેડીસિન તત્વ એંટીઓક્સીડેંટ, એંટીડાયબિટીજ અને એંટીસ્ટેર્સની રીતે કામ કરે છે. અને વજન અને હાઈ બ્લ્ડ પ્રેશરને નિયંત્રિત રાખે છે.   2. પાચન ક્રિયા- જો તમે આ શાક ખાવા નહી ઈચ્છતા તો તેનો અથાણું બનાવીને પણ સેવન કરી શકો છો. આયુર્વેદમાં ઘણા રોગોની સારવાર માટે આ ઐષધિમા રૂપમાં પ્રયોગ કરે છે. આ પાચન ક્રિયાને તંદુરૂસ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.   3. શરદી-ખાંસી- કંકોડામાં એંટી એલર્જન અને એનાલ્જેસિક શરદી ખાંસીથી રાહત આપતા અને તેને રોકવામાં ખૂબ સહાયક છે.   4. વેટ લૉસ- કંકોડામાં પ્રોટીન અને આયરનથી ભરપૂર હોય છે જ્યારે કેલોરી ઓછી માત્રામાં હોય છે. જો 100 ગ્રામ કંકોડાની શાકનો સેવન કરો છો તો 17 કેલેરી મળે છે. જેનાથી વજન ઘટાડતા લોકો માટે આ સારું વિકલ્પ છે.

  • પાલક ખાવાના ફાયદા

પાલક ખાવાથી હિમોગ્લોબીન વધે છે. લોહીની ઊણપ હોય તે વ્યક્તિઓને પાલક ખાવાથી ખૂબ ફાયદો થાય છે.ગર્ભવતી સ્ત્રીઓમાં ફોલિક એસિડની ઊણપ દૂર કરવા માટે પાલકનું સેવન લાભદાયક હોય છે.પાલકમાં રહેલું કેલ્શિયમ બાળકો, વૃદ્ધાઓ, ગર્ભવતી સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ માટે બહુ ફાયદાકારક હોય છે.પાલકનું નિયમિત સેવન કરવાથી યાદશક્તિ પણ મજબૂત થાય છે. એટલે વિદ્યાર્થીઓ માટે પણ તે આદર્શ છે.પાલકમાં રહેલું ફ્લેવોનોઈડ્સ ‘એન્ટિ ઓકિસ્ડેન્ટ’ શરીરમાં રખડતો કચરો દૂર કરનાર રસાયણનું કામ કરે છે અને પાચન મજબૂત અને લોહી શુદ્ધ થતાં રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે.પાલક નિયમિત ખાવાથી હૃદયસંબંધી બીમારીઓ પણ દૂર થાય છે.પાલકની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ત્વચા પણ નિખરશે.વાળ ખરતા અટકાવવા માટે પણ દરરોજ પાલક ખાવી જોઈએ.

  • દુધી ખાવાથી થાય છે આ ફાયદાઓ

1.  ખૂબ તાવ હોય અને મગજે ગરમી ચડી ગઈ હોય તો દૂધી છીણી અથવા બે ફાડિયાં કરી માથે કે કપાળે બાંધવાથી ઠંડક થઈ રાહત થાય છે.

2. દૂધીના નાના ટુકડા કરી તેમાં આમલી અને સાકર નાખી ધીમા તાપે પાણીમાં ઉકાળી કપડા વડે ગાળીને પીવાથી મગજની ગરમી, માથાના દુ:ખાવમાં લાભ થાય છે.

3. ઘી અને જીરુ, વડે બનાવેલું દૂધીનું શાક ખાવાથી અને દૂધીના પાનનો રસ હરસ પર ચોપડવાથી હરસ મટે છે.

4. દાઝી જવાથી થયેલા વ્રણ પર દૂધીના ગર્ભની લુગદી લગાડવાથી ફાયદો થાય છે.

5. મધમાખી, કાનખજૂરી જેવાં ઝેરી જતુના ડંખ પર દૂધીના ડીંટાને પાણી સાથે ઘસી લેપ કરવાથી ડંખના વિષનો નાશ થાય છે.

6. દૂધી નાખી પકાવેલું તેલ માથામાં નાખવાથી મગજને ઠંડક મળે છે.

  • ગુવાર

લીલાછમ ગુવાર અચૂક તમને મળશે અને ઘણા લોકો ગુવારને જોઇને જ મો બગાડતા હોય છે પરંતુ તેઓ પણ જો ગુવારના આ ફાયદાને જાણશે તો ચોક્કસથી ચાલુ કરી દેસે ખાવાનુ. માટે ગુવારનુ શાક બનાવીને પણ ખાવામા આવે છે અને ગુવાર ઢોકળી બનાવીને પણ ખાવામા આવે છે માટે ગુવારના અદભુત ફાયદા ચોક્કસથી જાણવા જેવા છે. હ્રદય માટે ખુબ ફાયદાકારક ગુવારમા કોલેસ્ટ્રોલ ઘટાડવાનો ગુણ અતિ ઉત્તમ ગુણ હોય છે. અને તેમા ફાઇબર અને પોટેશિયમ ભરપૂર માત્રામા હોય છે. જેના કારણે શરીરમા કોલેસ્ટ્રોલ વધતુ અટકાવે છે અને જે હ્રદય માટે ખુબ ફાયદાકારક સાબિત થાય છે.ગુવાર ખાવાથી હાડકા મજબૂત બને છે અને ગુવારમા કેલ્શિયમ અને મિનરલ અને પોષક તત્વો હોય છે જેનાથી હાડકા મજબૂત બને છે અને ગુવારમા ફોસ્ફરસ પણ સારી માત્રામા હોય છે માટે જે હાડકા મજબૂત બનાવે છે.ગુવાર ડાયાબિટિસમાં પણ ફાયદાકારક છે જો આ શાકનું નિયમિત સેવન કરવાથી શરીરની સુગરમા ઘટાડો થાય છે અને ઈન્સ્યુલિનની માત્રામા વધારો થાય છે.ગુવાર બ્લડ પ્રેશરને કંટ્રોલમા રાખે છે અને ગુવારમા હાઈપોગ્લેસેમિક અને હાઇપોલિપિડેમિક હોય છે જેનાથી હાઇપર ટેન્શનને દૂર ભગાડે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલમા રાખે છે.ગર્ભાવસ્થા દરમિયાન તો ગુવારનુ ખાસ સેવન કરવુ જ જોઇએ કારણ કે ગુવારના શાકનુ સેવન કરવાથી શરીરના બધા જ પોષકતત્વોની ખોટ પૂરાઇ જાય છે અને ગુવારમા ફોલિક એસિડ ભરપૂર હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે.

  • કડવા કારેલાના ફાયદા જાણશો તો રોજ ખાશો

કારેલામાં ખૂબ જ પ્રમાણમાં વિટામીન એ, બી અને સી મળી આવે છે. આ ઉપરાંત કેરોટીન, લુટિન, ઝીંક, પોટેશિયમ, મેગ્નેશિયમ અને મેગનીઝી જેવા તત્વો મળી આવે છે.કારેલામાં રહેલા ખનીજ અને વિટામીન શરીરમાં રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે જેનાથી કેન્સર જેવી બિમારીનો સામનો કરી શકાય છે.કડવા કારેલામાં અઢળક પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામીન મળી આવે છે. કારેલાનું સેવન આપણે ઘણા રૂપોથી કરી શકીએ છીએ. આપણે ઇચ્છીએ તો એનો જ્યુસ પણ પી શકીએ છીએ. શાક અથવા અથાણું બનાવી શકીએ છીએ.કારેલા ઠંડા હોય છે એટલા માટે આ ગરમીથી પેદા થયેલી બિમારીઓના સારવાર માટે ખૂબ લાભકારી છે. જો તમારી પાચન શક્તિ નબળી હોય તો કારેલાનું દરરોજ સેવન કરવાથી પાચન શક્તિ મજબૂત થાય છે.

  • શિયાળામાં આસાનીથી મળતું લીલું લસણ

લીલું લસણ વ્યક્તિના શરીરમાં વિટામિન સી, મેટાબોલિઝમ અને આયરનને વધારવામાં મદદ કરે છે. લીલા લસણમાં જે પ્રોટીન ફેરોપોર્ટિન કોશિકા હોય છે તેમાં આયરન સંગ્રહિત હોય છે. જેનું સેવન કરવાથી શરીરમાં આયરન વધે છે.લીલા લસણમાં જે પોલીસલ્ફાઈડ હોય છે તે હૃદયની બીમારીથી બચાવે છે. લીલા લસણમાં મેગ્જીનનું ઉચ્ચ પ્રમાણ હોય છે. આ તત્વ શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે અને દિલને સંતુલિત રાખવાનું કામ કરે છે.જો તમને હાઈ બીપીની તકલીફ હોય તો લીલું લસણ ખાવાની શરૂઆત તુરંત કરી દો. લસણના લીલા પાન ખાવાથી પણ લાભ થાય છે. ડાયાબિટિસના દર્દીઓએ ખાસ લીલું લસણ ખાવું જોઈએ. હાઈ બીપીને પણ લીલું લસણ કાબુમાં રાખે છે. મગજ સુધી રક્ત સંચાર બરાબર ન થતો હોય તેવી તકલીફ જેમને હોય તેમણે લીલું લસણ ખાસ ખાવું. લીલા લસણના સેવનથી રક્ત પરીભ્રમણ સારી રીતે થાય છે.

(4:35 pm IST)