Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

અમદાવાદના મેયર બિજલ પટેલ સાંજે 4 વાગ્‍યે લાલાકાકા કોમ્‍યુનિટી હોલનું ઉદ્‌ઘાટન કરે તે પહેલા દરિયાપુરના ધારાસભ્‍ય સહિતના આગેવાનોએ લોકાર્પણ કરી નાખ્‍યુ

અમદાવાદ: અમદાવાદના મેયર બિજલ પટેલની કોઇ વેલ્યુ જ ના હોય તેમ લાગી રહ્યુ છે. શાહપુર વિસ્તારમાં આવેલા લાલાકાકા કોમ્યુનિટી હોલનું ઉદ્દઘાટન સાંજે 4 વાગ્યે અમદાવાદના મેયર બિજલ પટેલ કરવાના હતા. જોકે, તે પહેલા જ દરિયાપુરના ધારાસભ્ય સહિતના આગેવાનોએ તેનું લોકાર્પણ કરી નાખ્યુ હતું.

શહેરના શાહપુર વિસ્તારમાં આવેલા લાલાકાકા કોમ્યુનિટી હોલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તૈયાર કર્યો હતો. આ કોમ્યુનિટી હોલનું ઉદ્દઘાટન મંત્રી અને અમદાવાદના મેયર બિજલ પટેલના હસ્તે સાંજે 4 વાગ્યે થવાનું હતું. જોકે, તે પહેલા જ દરિયાપુર વિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદીન શેખ સહિતના આગેવાનોએ મેયરની રાહ જોયા વગર જ 3 કલાક પહેલા રીબન કાપીને ઉદ્દઘાટન કરી નાખ્યુ હતું. મહત્વપૂર્ણ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થાય તે પહેલા જ હોલનું લોકાર્પણ કરવામાં આવનાર હતું.

જોકે, હવે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પોતાના વિસ્તારમાં આવેલા કોમ્યુનિટી હોલનું મેયર બિજલ પટેલની રાહ જોયા વગર જ લોકાર્પણ કરી દેતા હવે મેયર આ હોલનું લોકાર્પણ કરશે કે નહી કરે તે જોવુ રહ્યુ.

(4:33 pm IST)