Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

સરદાર વલ્લભભાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ ગાયબઃ ‘અદાણી એરપોર્ટ’ નવુ નામ જાવા મળતા જબરો ઉહાપોહઃ પ્રચંડ રોષ

અમદાવાદઃ ૫૦ વર્ષના પટ્ટે અદાણી જૂથને અમદાવાદનું સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ આપવામાં આવ્યુ છેઃ દરમિયાન આજે અચાનક સરદાર વલ્લભભાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ  ગાયબ થઇ ગયુ છે અને તેની જગ્યાએ એરપોર્ટનું નામ ‘અદાણી’ મોટા અક્ષરે લખાઇ જતા જબરો ખળભળાટ સર્જાયો છેઃ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિતભાઇ ચાવડાએ ટ્વિટ કરી લખ્યુ છે કે ‘સરદાર પટેલના નામનો માત્ર પોતાના રાજકારણને ચમકાવવામાં ઉપયોગ કરતી ભ્રષ્ટ ભાજપ સરકારે તેના ઉદ્યોગપતિ મિત્રની ખીદમતમાં ગુજરાતના અમદાવાદ એરપોર્ટ ઉપરથી દેશના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલનું નામ ગાયબ કરી અદાણી એરપોર્ટ કરી દીધુ છેઃ બેશરમ ભાજપ’

(4:01 pm IST)