Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

હવે કાલથી રાજ્યમાં કડકડતી ઠંડી પડશે : તાપમાનનો પારો ગગડશે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત પરથી આગળ વધી ગયા બાદ મોટાભાગના શહેરોમાં કાતિલ ઠંડી પડશે

ગાંધીનગર: આવતીકાલથી શિયાળાની ઠંડીમાં વધારો થશે. રાજસ્થાનમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સમગ્ર રાજ્ય પર તેની અસર જોવા મળી રહી છે. પવનની દિશા બદલાતા ઠંડીમાં પણ વધારો થશે. રાજસ્થાનમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટા સાથે માવઠું થયું છે. નલિયા અને ડીસા જેવાં શહેરોનું તાપમાન 10 ડિગ્રી નીચે જતાં રાજ્યમાં કાતિલ ઠંડીની શરૂઆત થશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે જેને લીધે રાજ્યના વાતાવરણમાં પલટા સાથે માવઠું થયું છે. હજુ આગામી 24 કલાક રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ રહેશે. 13 ડિસેમ્બરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત પરથી આગળ વધી જશે, જેના કારણે સોમવારથી રાજ્યમાં મોટાભાગના શહેરોમાં કાતિલ ઠંડી પડવાની શરૂઆત થશે.

રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 10થી14 ડિગ્રી નીચે પહોંચવાની શક્યતા હોવાથી ઠંડીનું જોર વધશે. રાજ્યમાં આ વખતે કાતિલ ઠંડી પડવાની શક્યતા છે.
રાજ્યમાં સતત ત્રીજા વરસાદે કમોસમી વરસાદ પડ્યો છે. જેના કારણે ભરશિયાળે ચોમાસા જેવા મોહાલ સર્જાયો છે. ઝરમર વરસાદથી રાજ્યમાં શ્રાવણ જેવું વાતાવરણ સર્જાયું છે. જ્યારે ખેતરોમાં ઉભા પાક અને ઘાસચારાને નુકસાન થયું છે.

(11:51 am IST)