Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

રાજયના ૧૪૨ તાલુકાઓમાં માવઠુ : ઝરમરથી ૨ ઈંચ

ઉમરપાડા...૨ ઈંચ... ખેરગામ, ઉમરગામ, અને વાપી ૧.૫ ઈંચ વરસાદ : અન્ય ૧૬ તાલુકાઓમાં ૧ ઈંચ થી વધુ વરસાદ...

(જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા) વાપી, તા. ૧૨ : કારતક માસમાં રાજય ભર મા ચોમાસા નો માહોલ સર્જાયો છે.... જેને પગલે રાજયના ૧૪૨ તાલુકા ઓ મા ઝરમર થી ૨ ઈંચ સુધી નો વરસાદ નોંધાયો છે.

ફ્લડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાક મા નોંધાયેલ વરસાદ ના આંકડા ને જોઈએ તો....

ઉમરપાડા...૫૧ મીમી, ખેરગામ...૩૮ મીમી, ઉમરગામ...૩૫ મીમી, વાપી...૩૪ મીમી, ચીખલી...૩૩ મીમી, સૂરત સિટી... ૩૨ મીમી, વધઇ...૩૧ મીમી, વાલિયા...૨૯ મીમી, કામરેજ....૨૮ મીમી, ચોર્યાસી... ૨૭ મીમી, ડોલવણ... ગણદેવી... અને પારડી ૨૬ મીમી, વરસાદ નોંધયેલ છે.

આ ઉપરાંત છોટાઉદેપુર, ભરૂચ, દેડીયાપાડા, ઉચ્છલ, ઓલપાડ, અને વલસાડ ૨૫ મીમી, વરસાદ નોંધાયો છે તેમજ રાજય ના બીજા ૧૨૨ તાલુકા ઓ મા ૧ મીમી થી લઇ ૨૪ મીમી સુધી નો વરસાદ નોંધાયો છે

આ લખાઈ રહ્યું છે ત્યારે એટલે કે સવારે ૧૦ કલાકે વલસાડ, નવસારી, ડાંગ, અને સુરત જિલ્લા ના વિસ્તાર માં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે.

(11:37 am IST)