Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

કર્મચારીઓને ગ્રેચ્યુઇટી ન ચુકવતી આઠ કંપની સામે ફોજદારી ગુનો દાખલ

સંસ્થાના કર્મચારીઓ, સંગઠનો દ્વારા શ્રમ વિભાગને ફરિયાદો કરાઇ હતી

ગાંધીનગર,તા. ૧૨: પોતાના કર્મચારીઓને  ગ્રેચ્યુઈટીની રકમ ન ચૂકવતી ખાનગી  કંપનીઓ સામે ગુજરાત સરકારના  શ્રમઅને રોજગાર વિભાગે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે  અધિક મુખ્યસચિવ વિપુલ મિત્રાએ અમદાવાદ, સુરત, વડોદરા અને વલસાડની ૮ સંસ્થા સામે કાર્યવાહી  કરવાનો આદેશ અપાયા છે.

વિવિધ સંસથાના કર્મચારીઓ તેમજ  સંગઠનો દ્વારા પેમેન્ટ ઓફ ગ્રેચુઇટી એકટ, ૧૯૭૨ હેઠળ કંપનીઓ દ્વારા  ગ્રેચ્યુઈટી ન ચૂકવવા અંગે શ્રમ વિભાગને અનેક ફરિયાદો મળી હતી આ ફરિયાદોના અનુસંધાને શ્રમ  વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ  હાથ ધરી, ખરાઈ કરવામાં આવી હતી કે, ૮ એકમ દ્વારા ગ્રેચ્યુઇટીની ચૂકવણીમાં વિલંબ કરવામાં આવ્યો છે ર અથવા ગ્રેચ્યુઇટીની ચૂકવણી કરવામાં આવી નથી. જેના લીધે આ તમામ સંસ્થાને કારણદર્શક નોટિસ અપાઇ હતી.

આ સંસ્થાઓ વિરૂદ્ઘ દંડની જોગવાઈઓ સહિત પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઈટી એકટ, ૧૯૭૨ના કલમ ૯ અને કલમ ૧૧ હેઠળ ફોજદારી કેસ નોંધવામાં આવશે. જે પ્રમાણે, કોઈપણ નિયોકતા આ કાયદાની અથવા તો આ કાયદા હેઠળ બનાવવામાં આવેલા કોઈ પણ નિયમો અથવા તો હુકમોની કોઈ પણ જોગવાઈઓનું પાલન ન કરે અથવા તેનું ઉલ્લંઘન કરે તો તેને ઓછામાં ઓછી ત્રણ મહિનાની અને વધુમાં વધુ એક વર્ષ સુધીની કેદ અથવા ઓછામાં ઓછા રૂ.૧૦,૦૦૦ અને વધુમાં વધુ રૂ.૨૦,૦૦૦ સુધીનો દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.

  • કઇ સંસ્થા સામે કાર્યવાહી

.આઠ સંસ્થા પૈકી ૪ અમદાવાદની છે, જેમાં પેસ સેન્ટર્સ બિઝનેસ સોલ્યુશન પ્રા. લિ., નિંબ્સ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિ., સોઝબેલ બાયોસાયન્સ લિ. અને પરફેકટ બોરિંગ પ્રા.લિ.નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ટીમલીઝ-એલ એન્ડ ટી-સજકોટ, ડી.જી. નાકરાણી જીએમઇઆરએસ હોસ્પિટલ-વડોદર, એકતા પ્રિન્ટસ પ્રા.લિ.-સૂરત અને કિએટિવ ટેકસ મિલ્સ પ્રા.લિ.-વલસાડનો સમાવેશ થાય છે.

  • ઓકટોબરમાં પણ ૯ સંસ્થાને શો-કોઝ નોટિસ અપાઇ હતી

.ઓકટોબરમાં શ્રમ વિભાગે કટારિયા ઓટોમોબઇલ્સ સતિ કર્મચારીઓને ગ્રેચ્યુઇટીની ચૂકવણી ન કરનારી અમદાવાદ, ગાંધીનગર અને સુરતની ૯ સંસ્થા સામે પણ શો-કોઝ નોટિસ ઇસ્યૂ કરી હતી. તેમની સામે પેમેન્ટ ઓફ ગેચ્યુઇટી એકટ, ૧૯૨ હેઠળ કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ હતી.    

(10:00 am IST)