Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

નર્મદા જિલ્લામાં કમોસમી માવઠાના કારણે ખેડૂતોના પાકને ઉભા પાકને ભારે નુકસાન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આજે વહેલી સવારથી વાદળો ઘેરાતા જગતનો તાત ચિંતામાં મુકાયો હતો ત્યાંજ રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં આગાહી મૂજબ કમોસમી વરસાદ પડયો હતો. તેમજ હજુ બે દિવસ બાદ ત્રણથી ચાર ઇંચ સુધીનો વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હોય ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ થઈ છે જેમાં ખાસ લીલા શાકભાજી સહિતના ઉભા પાકને નુકસાન થયું છે. આજે સવારથી રાજપીપળા માં ધીમીધારે સતત વરસાદ ચાલુ રહેતા ધરતીપુત્રો ચિંતિત જોવા મળી રહ્યા છે.
  કુંવરપુરા ગામના યુવા સરપંચ અને જાતે ખેડૂત નિરંજન ભાઈ વસાવા એ ગ્લોબલ વોર્મિંગની અસરથી બદલાતા ઋતુચક્રને અટકાવવા દરેક વ્યક્તિએ એક વૃક્ષ વાવી તેનું જતન કરી આવનારી આપણી પેઢી ને ગ્લોબલ વોર્મિંગની અસર થી બચાવવા અપીલ કરી છે.

(10:33 pm IST)