Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં 562 દેશી રજવાડાના ઇતિહાસની ઝાંખી કરાવતું ભવ્ય મ્યૂઝિયમનું નિર્માણ : શકરસિંહ વાઘેલાની રજૂઆત ફળી

બાપુએ ટ્વીટ કરીને કહ્યું આખરે સરકારે અમારી પ્રપોઝલ સ્વીકારી : મ્યુઝિયમ નિર્માણમાં રોયલ પરિવારની સલાહ સૂચન માટે મદદ લેવા પણ સરકારને કહેણ

અમદાવાદ : કેવડીયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં 562 દેશી રજવાડાઓના વિલીનીકરણથી એક-અખંડ ભારતના નિર્માણની સરદાર સાહેબની ગૌરવવંતી સફળતાની સંપૂર્ણ ઇતિહાસ ગાથા વર્ણવતું ભવ્ય મ્યૂઝિયમ બનશે. લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલે દેશની આઝાદી બાદ 562 દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરી એક અને અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યુ તેની ગૌરવવંતી સ્મૃતિ અને ઇતિહાસ આવનારી પેઢીઓ સુધી અકબંધ સચવાઇ રહે તે માટે કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આ ઇતિહાસનો સાક્ષાત્કાર કરાવતું ભવ્ય મ્યૂઝિયમ નિર્માણ કરવાનો મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ નિર્ણય કર્યો છે.

 રાજ્ય સરકારના આ નિર્ણય બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે આખરે સરકારે અમારી પ્રપોઝલ સ્વીકારી છે બાપુએ  દેશી રજવાડાઓના વિલીનીકરણથી એક-અખંડ ભારતના નિર્મામાં સહભાગી થનાર રોયલ પરિવાર સાથે સલાહ સૂચન માટે મદદ લેવા સરકારને જણાવ્યું છે 

(8:42 am IST)