Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

ગુજરાતની બે કંપનીઓ દ્વારા SBI અને BOB સાથે 129 કરોડની છેતરપીંડી : સીબીઆઈનું અમદાવાદ અને આણંદમાં સર્ચ ઓપરેશન

કંપનીના સત્તાવાર અને રહેણાક મકાનો સહિતના સ્થળોએ CBIની રેડ: દસ્તાવેજ/લેખની રિકવરી થઇ

અમદાવાદ : રાજ્યમાં બે કંપનીઓએ SBI અને બેન્ક ઓફ બરોડા સાથે છેતરપિંડીની ફરિયાદ નોંધાયા બાદ અમદાવાદ અને આણંદ ખાતે કંપનીના સત્તાવાર અને રહેણાક મકાનો સહિતના સ્થળોએ CBIની રેડ કરવામાં આવી હતી જેના પગલે આરોપી દસ્તાવેજ/લેખની રિકવરી થઇ છે.

અમદાવાદની કંપની સાયોના કલર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની સામે SBIના ડેપ્યુટી જનરલ મેનેજરે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ કંપનીના પરેશ પટેલ સામે બંધારણની 120 બી, 420, 468, 471 કલમ મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી. 2009થી 2015 વચ્ચે બેન્કે 71.88 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા.

ટેકનોવા પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સામે બેન્ક ઓફ બરોડાએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં 2012થી 2018 વચ્ચે 85.62 કરોડની લોન અને 28 કરોડની વર્કિગ કેપિટલ હતું. જેમાંથી બેન્ક ઓફ બરોડા સાથે કંપનીએ 57.28 કરોડની છેતરપિંડી આચરી હતી. આ ફરિયાદના આધારે CBIએ અમદાવાદ-આણંદ સ્થિત ઓફિસ રેડ કરી હતી.

(10:01 pm IST)