Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

'હેલ્ધી ચાઈલ્ડ હેપ્પી ફેમીલી'થીમ પર બાળકોને હેલ્ધી- ફીટ રાખવા પ્રયાસ

અમદાવાદઃ ઈન્ડિયન એકેડમી ઓફ પિડિયાટ્રીકસ (આઈએપી)એ ભારતમાંના ૨૪૦૦૦થી વધુ બાળરોગ નિષ્ણાતની સંસ્થા છે. એકેડમી ઓફ પીડિયાટ્રીકસ ગુજરાતએ ગુજરાતના ૧૫૦૦ પીડિયા ટ્રિશિયન્સની રાજયકક્ષાની શાખા છે. આજે અમે હેલ્ધી ચાઈલ્ડ હેપી ફેમિલી હાર્મનિયસ નેશનના થીમ પર વર્ષ ૨૦૧૮ના હાલના રિસર્ચ અને ડેવલપમેન્ટ અંગેનો રિપોર્ટ ગર્વભેર રજૂ કરેલ છે. જેમાં બાળકોના આરોગ્ય ચાઈલ્ડ એડવોકસી અને અવેરનેસ ક્રિએશન પર કામ કર્યું છે. ડો.નિશ્ચલ ભટ્ટ (પ્રમુખ એસોપી ગુજરાત), ડો.કિરણ શાહ (સચિવ, એઓપી ગુજરાત), ડો.ભરત પ્રજાપતિ (ટ્રેઝરર એઓપી ગુજરાત), ડો.મનિષ મહેતા (પ્રમુખ એઓપી), ડો.દીપેશ પૂજારા (સચિવ એઅઁોપી અમદાવાદ) અને ડો.અભય શાહ (ઈબી આઈએપી માટે) ગુજરાત તરફથી જાહેરાત પર હાજર હતા.

ગુજરાતના બાળકોના આરોગ્ય સંભાળ અને પ્રિવેન્શન અંગેની સ્થિતિ વિશે વાત કરતા ડો.નિશ્ચલ ભટ્ટ (પ્રેસિડન્ટ, એઓપી ગુજરાત)એ કહ્યું હતુ અમે આ વર્ષે હેલ્ધી ચાઈલ્ડ હેપી ફેમીલી હાર્મનિયસ નેશન થીમ પર ગુજરાતમાં કામ શરૂ કર્યું હતું અને આ થીમ પર અમે અનેક કાર્યક્રમો જેમ કે 'સક્ષમ' કાઉન્સેલર્સ મોડયુલ 'ઈન્ટેન્ક' નવજાત શિશુનુ અખંડ અસ્તિત્વ પરવાહ પ્રિવેન્શન એન્ડ રિસ્પોન્સ ટુ વાલોપન્સ અબ્યુક એન્ડ એચ આઈવી ઈન ચિલ્ડ્રન યોજયા હતાં. જેનુ આયોજન એઓપી ગુજરાત યુનિસેફ ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા થયું હતું.

(4:23 pm IST)