Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

ભાજપનો કારમો પરાજય આગામી લોકસભાની ચૂંટણીનું રિહર્સલ : મનોજ રાઠોડ

નોટબંધી, જીએસટી, બેકારી, પેટ્રોલનો કમ્મરતોડ ભાવ વધારાથી થાકેલી પ્રજાએ ભાજપ વિરૂદ્ધ પોતાનો રોષ ઉતાર્યો

રાજકોટ : દેશના પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણીમાં મતદારોએ ભાજપ વિરૂદ્ધ મતદાન કરીને પ્રજાએ કોંગ્રેસ પર વિશ્વાસ વ્યકત કર્યો છે. એટલું જ નહીં શેખચલ્લીના વિચારોમાં રાચતા ભાજપના ફેકુંઆઙ્ખને ફેલ કરી દીધા છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલજીની કુનેહભરી રાજનીતિ અને રાજકીય ચાલના અભિમન્યુ કોઠામાં ફસાયેલા ભાજપના દિગ્ગજોને  પણ હાર ખમવી પડી છે. રાહુલજીના માર્ગદર્શન નીચે તમામ રાજયોના પ્રદેશ અગ્રણીઓએ રાત દિવસ એક કરી કોંગ્રેસને જીત અપાવી છે, સાથોસાથ  નોટબંધી, જી. એસ. ટી, બેકારી અને પેટ્રોલના કમ્મરતોડ ભાવ વધારાથી ત્રાસેલી પ્રજાએ ભાજપને જાકરો આપીને ૨૦૧૯માં આવનારી લોકસભાની ચૂંટણીનું રિહર્સલ બતાવી દીધું છે. આગામી લોકસભાની ચૂંટણીમાં મતદારો ભાજપનો મૃત્યુઘંટ વગાડી દેશે તેવો વિશ્વાસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી અને લોધિકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મનોજ રાઠોડે એક નિવેદનમાં વ્યકત કર્યો છે.

કેન્દ્રમાં ભાજપની સરકાર સત્ત્।ા પર આવી ત્યારથી પ્રજાને મોંદ્યવારીનો માર સહન કરવો પડી રહ્યો છે.  બે વર્ષ પહેલાં કાળા નાણાં બહાર લાવવાના બહાને નોટબંધી જાહેર કરી દેશનું આર્થિક માળખું ભાંગી નાખ્યું છે. નોટબંધીના કારણે દેશમાં ૧૫૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આવા હતભાગીઓ પ્રત્યે ભાજપ સરકારને સંવેદના વ્યકત કરવાનું પણ સુજયું નહોતું. બે વર્ષના સમયગાળા પછી પણ પ્રજા આ નોટબંધીના ભરડામાંથી બહાર આવી શકી નથી. અને, હજુ પણ દેશ આ નોટબંધીની આડ અસર ભોગવી રહ્યો છે. કેન્દ્રની ભાજપ સરકારે દેશના વેપારીઓ ચોર હોય તેમ જીએસટીનો અમલ કરાવી  વેપાર ઉદ્યોગને મૃતઃપ્રાય અવસ્થામાં મૂકી દીધો છે. આટલું આધુરૃં હોય તેમ પેટ્રોલિયમ કંપનીઓને પ્રજાને લૂંટવા માટે જાણે પીળો પરવાનો આપી દીધો હોય એમ પેટ્રોલ ડીઝલના તોતિંગ ભાવ વધારાએ આમ આદમીની કમ્મર ભાંગી નાખી છે. આ બધી બાબતોથી પ્રજા ત્રસ્ત છે ત્યારે પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણીમાં પ્રજાએ તેનો છુપો રોષ મતદાન દ્વારા વ્યકત કરીને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના મૃત્યુઘંટ વગાડવાની આલબેલ પોકારી દીધી હોવાનું શ્રી મનોજ રાઠોડ (મો.૯૮૨૪૨ ૫૧૬૬૩)ની યાદીમાં જણાવાયું છે.

(4:05 pm IST)