Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

અંકલેશ્વરના અમરાવતી બ્રિજ ઉપર કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત:ત્રણનો આબાદ બચાવ

સુરતથી કાર લઈને નીકળેલા યુવાનોને નેશનલ હાઈવે ઉપર અકસ્માત નડ્યો

અંકલેશ્વર તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર અમરાવતી બ્રિજ પાસે એક ડમ્પર ચાલકે કારને ટક્કર મારતાં સર્જાયેલ અકસ્માતમાં કાર ચાલક અને તેનાં બે મિત્રોનો આબાદ બચાવ થયો હતો.અકસ્માતને પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામનાં દ્રશ્યો જોવા મળ્યા હતા.

 આ અંગે મળતી વિગત મુજબ સુરતનાં રહીશ જૈમીન જરીવાલા કાર નંબર જીજે-05, જેએચ-5350 લઈે હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યા હતા કારમાં તેમની સાથે અન્ય બે મિત્રો પણ સવાર હતા. દરમિયાન અમરાવતી બ્રિજ પાસે પહોંચતાં પાછળથી આવતા ડમ્પર ચાલકે તેમની કારને અથાડી દેતાં કાર બ્રિજમાં જઈને ભટકાયી હતી. અકસ્માત સમયે એરબેગ ખુલી જતાં કાર ચાલક જૈમિનનો આબાદ બચાવ થયો હતો. જ્યારે તેની સાથે કારમાં રહેલા બે મિત્રોને સામાન્ય ઈજા પહોંચતાં 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતને પગલે હાઈવે ઉપર બન્ને તરફ ટ્રાફિકજામ સર્જાયો હતો.

(1:56 pm IST)