Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

ચૂંટણી બંદોબસ્તમાં આવેલી ટુકડીના કારતુસ ગાયબ ; 3 સિપાહીનાં 150 કારતૂસ અને 1 ખાલી મેગેઝીન ગાયબ થયાની ફરિયાદ

અમદાવાદ ;વિધાનસભાની ચૂંટણીમાં સુરક્ષા બંદોબસ્ત માટે આવેલી સિપાહીની ટૂકડીનાં કારતૂસ ગાયબ થયાં હોવાનું બહાર આવ્યું છે હરિયાણાથી બંદોબસ્ત માટે આવેલી ટીમ પોરબંદરથી મહેસાણા આવવા માટે નીકળી હતી. દરમિયાન 3 સિપાહીનાં 150 કારતૂસ અને 1 ખાલી મેગેઝીન ગાયબ થઈ ગઈ છે. કારતૂસ ગાયબ થતાં સાંથલ પોલીસ સ્ટેશનમાં મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે
  અત્રે ઉલ્લેખનીય છે કે હવે વિધાનસભા ચૂંટણીનાં બીજા તબક્કાની ચૂંટણી આગામી 14મી તારીખનાં રોજ યોજાવાની છે ત્યારે તેનાં બંદોબસ્તમાં બહારથી એટલે કે હરિયાણાથી એક સ્પેશિયલ સિપાહીની ટૂકડી બોલાવવામાં આવી હતી.

ટૂકડી જ્યારે ગુજરાતમાં પ્રવેશી ચૂકી હતી ત્યારે પોરબંદરથી મહેસાણા આવવા નીકળી ત્યારે તે દરમ્યાન ટુકડીમાં 3 સિપાહીનાં 150 કારતૂસ અને 1 ખાલી મેગેઝીન ગાયબ થઇ ગઇ. જેને લઇ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી.

(11:51 pm IST)