Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

પાટીદાર સમાજ કોઈનો હાથો બનશે નહીં :હાર્દિક રાહુલને મળવા ગ્યો ત્યારે રોબર્ટ વાડ્રાને પણ મળ્યો હતો : બોટાદમાં સભા કરવા NCP દ્વારા 81 લાખરુપિયા અપાયા : દિનેશ બાંભણિયાનો ઘટસ્ફોટ

કોંગ્રેસે આપેલી અનામતની ફોર્મ્યુલા શક્ય નથી ; ભાજપ સામે અમારી લડાઈ ચાલુ રહેશે. કોંગ્રેસ ગમતી નથી તો હાર્દિક કોંગ્રેસનો સપોર્ટ કેમ કરે છે?:અમે કહ્યું પણ રાહુલ ગાંધી અમારા શહીદના પરિવારને મળ્યાં નથી

અમદાવાદ ;પાસ પૂર્વ કન્વીનર દિનેશ બાંભણીના હાર્દિક પર પ્રહાર કર્યા હતાં. તેમણે નિવેદના કરતા જણાવ્યું હતું કે પાટીદાર સમાજ કોઇનો હાથો બનશે નહીં.દિનેશ બાંભણિયાએ હાર્દીક પટેલ પર આરોપ લગાવ્યો હતો કે હાર્દિક રાહુલ ગાંધીને મળવા ગયો ત્યારે રોબર્ટ વાડ્રાને પણ મળ્યો હતો. હાર્દિક સાથે બ્રિજેશ પટેલ પણ હતો.

NCP દ્વારા 81 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. હાર્દિક માગશે તો હું પૂરાવા પણ આપીશ. બોટાદમાં સભા કરવા 81 લાખ રૂપિયા આપ્યા હતાં. કોંગ્રેસે આપેલી અનામતની ફોર્મુલા શ કય નથી.

ભાજપ સામે અમારી લડાઈ ચાલુ રહેશે. કોંગ્રેસ ગમતી નથી તો હાર્દિક કોંગ્રેસનો સપોર્ટ કેમ કરે છે?. કોંગ્રેસ બંધારણીય રીતે અનામત આપવાની વાત કેમ કરતી નથી ?. અમે કેટલી વાર કહ્યું પણ રાહુલ ગાંધી કયારે પણ અમારા શહીદના પરિવારને મળ્યાં નથી. 

(12:29 am IST)