Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

ભાજપના જમાલપુર-ખાડીયાના ઉમેદવાર ભૂષણ ભટ્ટ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ : વિવાદાસ્પદ વિડિઓ વાયરલ :ચૂંટણીપંચ માટે અપમાનજનક ટિપ્પણી

અમદાવાદ :ભાજપના જમાલપુર-ખાડિયાના ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટ સામે કથિત વિવાદસ્પદ વીડિયો મામલે ચૂંટણીપંચમાં ફરિયાદ દાખલ કરાઇ છે. ફરિયાદમાં મતદારોને આકર્ષવા લાલચ આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ કરાઇ છે. મહત્વપૂર્ણ છે કે, ભૂષણ ભટ્ટનો વિવાદાસ્પદ વીડીયો વાયરલ થયો છે. વીડીયોમાં તે ચૂંટણી પંચ માટે અપમાનજનક ટીપ્પણી કરી હતી જેમાં ચૂંટણી પંચને તેઓ ગણકારતા નહીં હોવાનું કહેવાય છે ..

(11:05 pm IST)