Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

ગુજરાતને રેગ્યુલર ડીજીપી મળશે કે કેમ ?ગુજરાતની ચૂંટણીના પરિણામના દિવસે જ ચુકાદો આવશે

રાજકોટ :ગુજરાતમાં છેલ્લા ઘણા લાંબા વર્ષો થયા ઇન્ચાર્જ ડીજીપીની પ્રથા સામે હાઇકોર્ટમાં પૂર્વ આઇપીએસ રાહુલ શર્મા દ્વારા થયેલ રીતમાં વધુ એક વખત મુદત પડી છે જેની સુનાવણી હવે 18મી ડિસેમ્બરે થશે

  અત્રે યાદ રહે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 18મીએ છે મતલબ કે હાઇકોર્ટ તે દિવસે પોતાનું મંતવ્ય રજૂ કરીશે

 અત્રે પણ યાદ રહે કે રેગ્યુલર ડીજીપી નીમવાની પબ્લિક ઈન્ટરેસ્ટની રીતમાં ચૂંટણીપંચ પણ પક્ષકાર છે અને પહેલાની મુદતે ચૂંટણીપંચે રેગ્યુલર ડીજીપીની નિમણુંક નવી સરકાર કરે તે યોગ્ય ગણાય તેવું વલણ હાઇકોર્ટમાં દાખવેલ હતું

(9:47 pm IST)