Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

ત્રણ જિલ્લાનાછ બૂથ પર ૧૪ ડિસેમ્બરે ફેર મતદાન

ચૂંટણી પંચ દ્વારા નિર્ણય કરવામાં આવ્યોઃ મતદાન શરૂ થયાના એક કલાક પહેલા મોકપોલ હોય છે

અમદાવાદ, તા.૧૨, રાજયમાં પહેલા તબકકાનુ મતદાન ૯ ડિસેમ્બરના રોજ હાથ ધરવામા આવ્યુ હતુ.આ મતદાન સમયે મોકપોલની ભૂલના કારણે છ બૂથ ઉપર ૧૪ ડિસેમ્બરના રોજ ફરીથી મતદાન કરાવવાનો ચૂંટણીપંચ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.આ અંગેની વિગત એવી છે કે,રાજયમાં પહેલા તબકકાનુ મતદાન ૯ ડિસેમ્બરના રોજ યોજવામા આવ્યુ હતુ.આ સમયે જામનગર,ગીર સોમનાથ, અને ભરૂચમા ચૂંટણીપંચના નિયમોનુસાર મોકપોલ કરવામા ન આવતા છ બૂથ ઉપર ૧૪ ડિસેમ્બરના રોજ ફરીથી મતદાન કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે.જે અનુસાર ઉનાના બંધારડા અને ગંાગડા બૂથ ઉપર,જામજોધપુરના ધુનડા બૂથ ઉપર અને માનપુરમાં તેમજ નિઝરના ચોરવાડ -૨તથા ઉમરગામના ચાણોદ કોલોની બૂથ પર ફરીથી મતદાન કરાવવાની ચૂંટણીપંચ દ્વારા જાહેરાત કરવામા આવી છે.નિયમઅનુસાર મતદાન શરૂ થાય એના એક કલાક પહેલા મોકપોલ કરવાનુ હોય છે અને જયારે લોકોનું મતદાન શરૂ થાય એ સમયે આ ડેટા ડિલીટ કરી દેવાનો હોય છે.પરંતુ આ છ બૂથમાંથી કેટલીક જગ્યાએ મોકપોલ થયુ નથી તેમજ કેટલીક જગ્યાએ મોકપોલ કલિયર નથી.આ તમામ છ બૂથ ઉપર  બીજા તબકકાની સાથે ફરી મતદાન કરાવવામા આવશે. રહેશે.મતદાન સમયે મતદાતાની બીજી આંગળી ઉપર ચૂંટણીની શ્યાહીનુ નિશાન લગાવવામા આવશે.

(9:42 pm IST)