Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

૧૪ મતદાનના દિવસે રજા જાહેર કરી દેવાઇ

મ્યુનિ.કોર્પોરેશનમાં પણ રજા જાહેર

અમદાવાદ, તા.૧૨,,રાજય વિધાનસભાની બીજા તબકકા માટેની ચૂંટણી અંગે ગુરૂવારના રોજ મતદાન પ્રક્રીયા હાથ ધરવામા આવનાર છે આ પિસ્થિતિમાં ચૂંટણી પંચ દ્વારા લોકપ્રતિનિધીત્વ અધિનિયમની જોગવાઈ હેઠળ આ દિવસે સવેતન રજા આપવાની જાહેરાત કરવામા આવી છે આ ઉપરાંત ચૂંટણી સદર્ભનો કોઈ કાર્યક્રમ કે જાહેરાત અથવા સર્વે જાહેર કરવા પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયા ઉપર પણ પ્રતિબંધ મુકવામા આવ્યો છે.આ અંગે પંચની યાદીમા જણાવાયા અનુસાર,૧૪ ડિસેમ્બરના રોજ રાજયમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે  મતદાન પ્રક્રીયા હાથ ધરવામા આવનાર છે આ દિવસે લોકપ્રતિનિધીત્વ અધિનિયમ સુધારા-૧૯૯૬ની જોગવાઈ હેઠળ મતાધિકાર ધરાવતી કોઈ પણ વ્યકિત કે જે ધંધા,રોજગાર,સંસ્થા કે અન્ય કોઈપણ સંસ્થામાં કામ કરતા હોય એમને સવેતન રજા આપવાની જોગવાઈ છે.જેથી મતદાનના દિવસે જે તે મતદાતાને સવેતન રજા આપવાની રહેશે.આમ કરવામા કસૂરવાર ઠરનાર સામે કાયેદસરની કાર્યવાહી કરવામા આવશે. ગુરુવારના રોજ અમદાવાદ શહેરમા આવેલી ૧૬ જેટલી બેઠકો ઉપર પણ મતદાન પ્રક્રીયા હાથ ધરવામા આવનાર હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી,ગટર સહિતની કેટલીક આવશ્યક સેવાઓને બાદ કરતા રજા જાહેર કરવામા આવી છે.મતદાનની તૈયારી કરાઇ છે.

(9:42 pm IST)