Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

અનામત, ટ્રીપલ તલાક ઉપર વલણ સ્પષ્ટ કરવાનો પડકાર

રાહુલ ગાંધી જુઠ્ઠાણા ફેલાવવાનું બંધ કરે : રવિશંકરઃ અમે સી-પ્લેનની વાત કરીએ છીએ તેઓ કરપ્શન પ્લાનન

અમદાવાદ, તા.૧૨, કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કરવાની સાથે જ તેમને અનામત,રામ મંદિર અને ટ્રીપલ તલાક ઉપર પોતાનુ વલણ સ્પષ્ટ કરવા પડકાર ફેંકયો હતો.આજે પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી દ્વારા ફરી એકવખત જુઠ્ઠાણાઓ ફેલાવવાનો આક્ષેપ કરતા કહ્યુ કે,રાહુલ કહે છે કે,ભાજપ અને વડાપ્રધાન વિકાસની ચર્ચા કરતા નથી મારે તેમને કહેવુ છે કે,ગુજરાતમા ૨૪ કલાક વીજળી માત્ર મંદિર જવાથી મળી પરંતુ મહેનતથી મળી છે.ગુજરાતનો ઔધ્યોગિક વિકાસ ફકત મંદિર જવાથી નથી થયો પરંતુ ભાજપા સરકારની મહેનત અને યોગ્ય નિતીઓથી થયો છે.ગુજરાતમાં નર્મદાનુ પાણી રોકવા મનમોહનસિંહે અથાગ પ્રયત્નો કર્યા છતાં ગુજરાતને નર્મદાનુ પાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહેનત અને દ્રઢ ઈચ્છાશકિતને કારણે મળ્યુ છે.રાહુલ ગાંધીને તેમના સલાહકારોએ સત્ય સમજાવ્યુ હોત તો સારુ થાત.કોંગ્રેસે વર્ષો સુધી દેશને લૂંટી અને કેન્દ્રની કોંગ્રેસ સરકારોના અન્યાયોની વચ્ચે પણ ગુજરાતે ૧૯૯૫થી આજસુધી ભાજપાના શાસનમા વિકાસની નવી ઉંચાઈ સર કરી છે.ગુજરાતનો જીડીપી કોંગ્રેસના શાસનમા ૭૧,૮૮૬ કરોડ હતો જે વર્ષ-૨૦૧૬-૧૭મા ૧૦,૩૩,૭૯૧ કરોડ પર પહોંચ્યો છે.૧૯૯૫મા કપાસનુ કુલ ઉત્પાદન ૨૪ લાખ ગાંસડી હતુ.જે આજે ૯૧.૧૫ લાખ ગાંસડી છે.મગફળીનુ કુલ ઉત્પાદન ૧૦.૩૨ લાખ મેટ્રીકટન હતુ જે આજે ૨૦.૪૨ લાખ મેટ્રીકટન ઉપર પહોંચ્યુ છે..આ સિવાય પણ અનેક બાબતોમા ગુજરાતે છેલ્લા ૨૨ વર્ષમા વિકાસના અનેકનવા આયામો સર કર્યા છે.તેમણે રાહુુલ ગાંધીએ પત્રકારોના અનામત બાબતના પ્રશ્ને જવાબ ન આપતા પ્રદેશ અધ્યક્ષને સોંપી દીધો હતો જે દર્શાવે છે કે,કોંગ્રેસના અધ્યક્ષ પાસે અનામતનો કોઈ રોડમેપ નથી.કોંગ્રેસ અને રાહુલ ગાંધી ફકત જુઠ્ઠાણા ફેલાવીને જ્ઞાતિ-જાતિ વચ્ચે વેરના બીજ રોપવાની રાજનીતિ કરી રહ્યા છે.રાહુલ મંદિરમા દર્શન કરવા જાય છે એ સારી બાબત છે પરંતુ યુપીની  ચૂંટણીમાં તેમણે અયોધ્યામા રામ ભગવાનના દર્શન કર્યા,મથુરામા કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા તેવો પ્રશ્ન કરતા તેમણે રામમંદિર મામલે રાહુલને વલણ સ્પષ્ટ કરવા પણ પડકાર ફેંકયો હતો.તેમણે કહ્યુ કે,રીવરફ્રન્ટ ઉપર સી પ્લેન ઉતર્યુ તે ગુજરાતના વિકાસની ઓળખ છે. ભાજપ સી પ્લેનની વાત કરે છે કોંગ્રેસનો સી પ્લાન એટલે કરપ્શન પ્લાન કોંગ્રેસના શાસનમા ૧૨ લાખ કરોડ કરતા વધારેના ભ્રષ્ટાચારો થયા હોવાનુ કહી તેમણે ભાજપના શાસનમા ગુજરાતે વિકાસના નવા માનાંકો સિધ્ધ કર્યા હોવાનુ પણ જણાવ્યુ હતુ.

(9:41 pm IST)