Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

નાના લોકો માટે કામ કરવા ઇચ્છુક : મોદીની પ્રતિક્રિયા

નરેન્દ્ર મોદીનો ઓડિયો બ્રીજ માધ્યમથી સંવાદઃ ઓબસી પંચને બંધારણીય દરજ્જો આપવા માટેનુ બીલ કોંગ્રેસે પસાર નહીં થવા દઈ ઓબીસીને અન્યાય કર્યો છે

અમદાવાદ, તા.૧૨, રાજયમાં ઝંઝાવાતી પ્રચારનો અંત આવ્યો છે ત્યારે આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બક્ષીપંચ મોરચાના કાર્યકર્તાઓ ,સંસદ સભ્યો અને  ધારાસભ્યો સાથે ઓડિયો બ્રીજથી સંવાદ કરતા કહ્યુ કે,નાના સમાજમાંથી આવુ છુ અને નાના લોકોની વચ્ચે મોટો થયો છુ માટે નાના લોકોના કામ કરવા છે.કોંગ્રેસ દ્વારા રાજયસભામા ઓબીસી પંચને બંધારણીય દરજ્જો આપવા માટેનુ બીલ પસાર ન થવા દઈને વધુ એક વખત ઓબીસી સમાજને અન્યાય કર્યો છે.આ અગાઉ તેમણે બક્ષીપંચના સૌ કાર્યકર્તાઓનો ચૂંટણી પ્રચાર દરમિયાન ઘેરઘેર જઈનલોકોને ે ભાજપમા જોડાવવા અંગે જે પુરુષાર્થ કર્યો છે એ અંગે આભાર માનતા રાજયમાં ફરી કમળ ખીલી ઉઠશે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.તેમણે કહ્યુ કે,ભાજપના સંગઠનમા બક્ષીપંચ મોરચાનુ વિશેષ મહત્વ છે આ મોરચાની રચના પાછળનો હેતુ પણ સબ કા સાથ સબ કા વિકાસ હતો.સરકારના પગલાઓનો લાભ સૌથી પહેલા જે લોકો પાછળ રહી ગયા છે તેમને મળવો જોઈએ.જેમને માટે વિકાસની તક નથી તેમને મળવો જોઈએ.તેમણે કહ્યુ,આપણે ત્યાં પછાતપણુ આર્થિક કારણોસર પણ હોય છે.પણ ઘણુ કરીને સામાજિક કારણોને લીધે પછાતપણુ હોય છે.સમાજના રીતરીવાજો,બંધનો,અને વેરણછેરણ જીંદગી તેના કારણે આવા સમાજો પાછળ રહી જાય છે.ગુજરાતમા જ્યારથી સરકાર બની છે ત્યારથી નિરંતર એવો પ્રયાસ રહ્યો છે કે,સમાજના છેવાડાના માનવીને વિકાસની સમાન તક મળે અને તે આગળ વધે.ચાહે તે નોકરીની તતક હોય,ચાહે શિક્ષણની બાબત હોય,ચાહે આરોગ્ય સેવા આપવાની બાબત હોય,કે પછી તેમને મકાન વિતરણમાં પ્રાથમિકતા આપવાની વાત હોય.વિચરતી વિમુકત જાતિઓને યાદ કરતા પ્રધાનમંત્રીએ કહ્યુ કે,હુ ગુજરાતમા હતો ત્યારે નકકી કર્યુ કે,જો ઘર આપીએ તો તેઓ બાળકોને ભણાવી શકે.જયારથ આ પ્રકારની જુદી-જુદી સુવિધાઓ આપવાનુ શરૂ કર્યુ તો લોકો ઝડપથી આગળ વધવા લાગ્યા.ગુજરાતના આટલા મોટા બક્ષીપંચના સમાજને જો આપણે પ્રગતિના રસ્તા ઉપર લઈ જઈએ તો હું નથી માનતો કે દુનિયામા ગુજરાતને ટોપ પોઝીશન ઉપર પહોંચવામા કોઈ તકલીફ પડે. ગુજરાતને આગળ લઈ જવુ હોય તો પાછળ રહી ગયેલા સમાજોને આગળ લાવવા જ પડે માટે જ આપણે સબ કા સાથ સબકા વિકાસને ધ્યાનમા લઈને ચાલીએ છીએ.કેન્દ્રમા સત્તામા આવ્યા બાદ જાણ્યુ કે,ભૂતકાળની સરકારોએ પછાતવર્ગ મંડલ કમિશન માટે ભાષણો જ કર્યા.સરકારમાં બેંકો હોય,ઈન્સ્યોરન્સ કંપનીઓ કે ઓએનજીસી જેવા એકમો ક્યાંય ઓબીસીને ન્યાય મળે એવી વ્યવસ્થા જ નહતી.આપણે કાયદાકીય પરિવર્તનો કર્યા અને બક્ષીપંચ સમાજને સામાન અવસર મળે એની ચિંતા કરી.ઠાકોર સમાજ હોય કે પ્રજાપતિ સમાજ કોઈપણ સમાજ પાછળ રહી જાય એ ન ચાલે.બક્ષીપંચ સમાજોના પરંપરાગત ધંધા ધીમે ધીમે બંધ થતા જાય છે.આ બધા સમાજોને નવુ શિક્ષણ આપવુ પડે,નવી શકિત આપવી પડે તે દિશામા આગળ વધીએ છીએ.બક્ષીપંચ સમાજ માટે ઓબીસી સમાજને સબકેટેગરીવાઈઝ કરવા માટે નિવૃત્ત ન્યાયમૂર્તિનુ કમિશન બનાવ્યુ છે.સમાજના તમામ વર્ગોને લાભ મળે અને કોઈ ભેદભાવ ન રહે.ક્રિમિલેયરની મર્યાદામા પણ વધારો કરી ૮ લાખ સુધીની કરવામા આવી છે.લોકસભામા  કાયદો પસાર કરી શકયા પરંતુ રાજયસભામા બહુમતી ધરાવતી કોંગ્રેસે આ બીલ અટકાવી દઈનેઓબીસી સમાજને અન્યાય કર્યો છુ.તેમણે કહ્યુ,નાના  સમાજમાંથી આવુ છુ,નાના લોકો વચ્ચે મોટો થયો છુ એથી નાના લોકોના મોટા-મોટા કાર્યો કરવા છે.મોદીએ પ્રચાર બાદ આજે દિલ્હી પરત ફર્યા હતા.

(9:38 pm IST)