Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

નવેમ્બરમાં મોંઘવારી ૧૫ મહિનાની ઉંચી સપાટી પર

આઇઆઇપી ગ્રોથમાં નોંધપાત્ર ઘટાડો નોંધાઇ ગયોઃ અર્થવ્યવસ્થાની વિકાસ ગતિ હાલમાં યોગ્ય દેખાતી નથી

નવી દિલ્હી,તા. ૧૨, અર્થવ્યવસ્થાની સ્થિતી હજુ સારી દેખાઇ રહી નથી. ઇન્ડસ્ટ્રીઝની ગતિ ધીમી દેખાઇ રહી છે. રિટેલ મોંઘવારીનો દર નવેમ્બર મહિનામાં ૧૫ મહિનાની ઉંચી સપાટી પર પહોંચી ગયો છે. રિટેલ મોંઘવારીનો દર વધીને હવે ૪.૮૮ ટકાના દરે પહોંચી ગયો છે. જ્યારે નિષ્ણાંતો દ્વારા રીટેલ ફુગાવાનો દર ૪.૨દ ટકા રહેવાની વાત કરી હતી. રીટેલ મોંઘવારીનો દર ઓક્ટોબર મહિનામાં ૩.૫૮ ટકા રહ્યો હતો. ખાસ કરીને પુડ અને ફ્યુઅલ પ્રોડક્ટસની કિંમતમાં વધારો થયો છે. એક બીજી બાબત એ છે કે દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો થયો છે. મેન્યુફેકચરિંગ સેક્ટરના ખરાબ પ્રદર્શનના કારણે આઇઆઇપી ગ્રોથ ઓક્ટોબરમાં ઘટીને ૨.૨ ટકા થઇ ગયો છે. જે સપ્ટેમ્બર મહિનામાં ૩.૮ ટકા રહ્યો હતો.મંગળવારના દિવસે સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા સ્પષ્ટ કરે છે કે નવેમ્બરમાં મોંઘવારી આરબીઆઇના મિડ ટર્મ ટાર્ગેટ ચાર ટકાથી વધારે થઇ ગઇ છે. આ મોંઘવારીના કારણે ફુડ પ્રાઇસની કિંમતો વધી છે. સીએફપીઆઇ અથવા તો ખાદ્ય  મોંઘવારીનો દર ૪.૪૨ ટકા રહ્યો  છે. જ્યારે ઓક્ટોબર મહિનામાં આ ાંકડો ૧.૯૦ ટકા હતો. શાકભાજીની કિંમતમાં વધારો થવાની અસર અપેક્ષા કરતા વધારે રહી છે. અત્રે નોંધનીય છે કે શેરબજારમાં આજે મંદીનુ મોજુ ફરી વળ્યુ હતુ. કારોબારમા અંતે સેંસેક્સ ૨૨૭ પોઇન્ટ ઘટીને ૩૩૨૨૭ની નીચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૮૨ પોઇન્ટ ઘટીને ૧૦૨૪૦ની નીચી સપાટી પર રહ્યો હતો. શેરબજારમાં ચાલી રહેલી તેજી પર આજે ફરી બ્રેક મુકાઇ હતી. સેંસેક્સ અને નિફ્ટી બન્નેમાં તેજી રહેતા કારોબારીઓ ખુશખુશાળ દેખાયા હતા. આજે શ્રેણીબદ્ધ નવા ઘટનાક્રમની અસર જોવા મળી હતી. બ્રેન્ટ ક્રુડ ઓઇલની કિંમત વધીને હવે પ્રતિ બેરલ ૬૫ ડેલરની સપાટી પર પહોંચી ગઇ છે. 

(9:37 pm IST)