Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

કામરેજના કોસમાડા નજીક ખેતરમાંથી સુરતી પરિણીતાની ભેદી સંજોગોમા લાશ મળી આવતા તપાસ શરૂ

કામરેજ:તાલુકાના કોસમાડા ગામે શેરડીના ખેતરની વચ્ચેથી સુરતના વરાછાની ૩૮ વર્ષની પરીણિતાની ચપ્પુ અને તીક્ષ્ણ હથિયારના ઘા કરી ગળામાં સાડી વડે ટંૂપો આપી હત્યા કરેલી લાશ મળી આવતા ચકચાર મચી છે. કામરેજ પોલીસે અજાણ્યા વિરૃધ્ધ હત્યાનો ગુનો નોંધી મોબાઇલની ડીટેઇલ આધારે તપાસ શરૃ કરી છે.

 કોસમાડા ગામે રહેતા જયંતિભાઇ રણછોડભાઇ પટેલનું ગામની સીમમાં બ્લોક  નં.૩૦ વાળી ખેતીની જમીનમાં શેરડીનો પાક ઉભો છે. આજે સવારે ૯ વાગે જયંતિભાઇના ખેતરમાં પાણી મુકવા માટે ભીખો નામનો કામદાર ગયો હતો ત્યારે ખેતરની વચ્ચે નીકમાં મહિલાની લાશ સાથે નજીકમાં લોહી વાળા ચપ્પુ અને કટર પડેલા જોતા તરત માલિકને જાણ કરી હતી. જયંતિભાઇએ કામરેજ પોલીસને જાણ કરતા પી.આઇ. કે.વી.ચૂડાસમા અને ટીમ દોડી ગઇ હતી.

અને મહિલાની લાશ નજીકથી એક મોબાઇલ કબ્જે કર્યો હતો. જે મોબાઇલ ચાલુ કરી તેમાંથી કેટલાક ફોન કરતા મરનાર વર્ષાબેન પ્રવિણભાઇ મોહનભાઇ ઝાલા (ઉ.વ.૩૮.હાલ રહે.નિલકંઠ સોસાયટી, મારૃતીચોક, એલ.એચ.રોડ, વરાછા, સુરત)ની બહેન ગીતાબેન સાથે વાત થઇ હતી. ઘટના સ્થળે મરનાર વર્ષાબેનના પતિ પ્રવિણ ઝાલા સહિત પરિવારજનો પહોંચતા ઓળખ થઇ હતી.

વર્ષાબેનને અજાણ્યા શખ્સે કોઇક કરણસર કટર અને ચપ્પુ વડે ગળાના ભાગે  ગંભીર ઇજા કરી સાડીના છેડા વડે ટૂંપો આપી હત્યા કરી હતી. પોલીસે પ્રવિણ ઝાલાની ફરિયાદ લઇ હત્યાનો ગુનો નોંધી મોબાઇલ ફોનની કોલડીટેઇલ આધારે તપાસ શરૃ કરી હત્યારા સુધી પહોંચવા આશાવાદી છે.

(5:56 pm IST)