Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

બારડોલી: મહુવાની પરિણીતાનું બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવી બીભત્સ તસ્વીર મુકનાર સુરતી બે ઈસમો પોલીસના સકંજામાં

બારડોલી: મહુવા તાલુકાના અનાવલ ગામની પરિણીતાના વોટ્સએપના પ્રોફાઇલ પિકચરમાંથી ચહેરો લઇ નીચે નગ્ન ભાગ મુકી બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવી દીધું હતું. બોગસ એકાઉન્ટ બનાવનાર મહિલા અને યુવાનની એલસીબી ટીમે ધરપકડ કરી છે. પોલીસે ઝડપી પાડેલી મહિલાએ પરિણીતા સાથે અદાવત રાખી સહકર્મચારી સાથે બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું. અનાવલ ગામની ૩૮ વર્ષની પરિણીતા વોટ્સઅપ યુઝ કરે છે પરંતુ ફેસબુક એકાઉન્ટ ધરાવતી નથી. ગત સપ્ટેમ્બર માસમાં પરિણીતાના ભાણેજ પર ઝોયાખાન નામના વ્યક્તિની ફ્રેન્ડ રીકવેસ્ટ આવી હતી. જેની પ્રોફાઇલમાં પરિણીતાના ચહેરાવાળી નગ્ન તસ્વીર હતી. પરિણીતાનો ચહેરા અંગે ચેક કરતા પરિણીતાએ એક વર્ષ અગાઉ વોટ્સઅપ ડી.પી.માં મુકેલી તસ્વીર હતી. ચહેરા સિવાયનો અન્ય નગ્ન ભાઇ અન્ય કોઇ તસ્વીરનો જોડી દેવાયેલો હતો. જે અંગે પરિણીતાએ મહુવા પોલીસ મથકે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. દરમિયાન એલસીબીની ટીમે સંદીપ ઓધવજીભાઇ માંગુકીયા (ઉ.વ. ૩૦, હાલ રહે. તેજંદ્રપાર્ક સોસાયટી, ખોડીયારનગર રોડ, વરાછા, સુરત. મૂળ રહે. પરવડી તા. ગારીયાધર, જિ. ભાવનગર) અને સગુફતા ફરીદ અબ્બાસભાઇ શેખ (ઉ.વ. ૩૨, રહે. કાસાનગર મસ્જીદ મહોલ્લા, કતારગામ, સુરત)ની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં સગુફતા શેખના અનાવલ ખાતે લગ્ન થયેલા હતા અને પતિ સાથે છુટાછેડા થતાં પરિણીતા પર શંકા હતી અને તે અદાવતમાં પરિણીતાનો વોટ્સઅપની ડી.પી.માંથી ફોટો લીધો હતો તેમજ મિત્ર રઉફ પાસે ફોટામાં નગ્ન ભાગ એડીટ કરાવી બિભત્સ તસ્વીર બનાવી હતી. તેમજ સગુફતા શેખને સાડીનું જોબ કામ કરવા આપતા સંદીપ માંગુકીયાના મોબાઇલ ફોનમાં જોયાખાનનું બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવી તેમાં બિભત્સ ફોટાઓ અપલોડ કર્યા હોવાની કબુલાત કરી છે. પોલીસે બે મોબાઇલ ફોન તથા બિભત્સ તસ્વીરો કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:54 pm IST)