Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં બાઈક અથડાવા બાબતે બે જૂથો વચ્ચે મારામારી

વડોદરા:કિશનવાડી જાગૃતિ મહોલ્લા પાસે ગત મોડીરાત્રે બાઇક અથડાવવાના મુદ્દે બે જૂથો વચ્ચે મારામારી થતા ધારિયા, તલવાર, પાઇપ, બેજબોલની સ્ટીક વડે હુમલો થયો હતો. જેમાં ૬ થી ૭ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. વારસીયા પોલીસે બંન્ને પક્ષની સામસામી ફરિયાદો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, કિશનવાડી શિવાજીચોકમાં રહેતા શાંતિલાલ પરમારે (૧) દિલીપ પરમાર, (૨) નિકેશ ઉર્ફે રાજા, (૩) સચિન બટકો, (૪) હાર્દિક પરમાર, (૫) પ્રવિણ ચાવડા, (૬) અક્ષય સોલંકી સહિત ૨૫ના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી.

જેની વિગત એવી છે કે બાઇક અકસ્માતના મુદ્દે ઝઘડો થતા આરોપીઓ તલવાર, પાઇપ જેવા ઘાતક શસ્ત્રો સાથે ધસી આવ્યા હતા અને ઘરની બહાર મૂકેલા સામાનની તોડફોડ કરી હતી.

જ્યારે સામાપક્ષે નિકેશ ઉર્ફે રાજા ગોહિલ (રહે. દાવડાનગર કિશનવાડી)એ (૧) શાંતિલાલ, (૨) પ્રકાશસ શાંતિલાલ, (૩) કમલેશ, (૪) શાંતિલાલના બે છોકરાઓ, (૧) નિખિલ ઉર્ફે મગર વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જેની વિગત એવી છે કે બાઇક અકસ્માતના મુદ્દે ઝઘડો થતા આરોપીઓએ ધારિયા વડે હુમલો કરી દિલીપ, નિકેશ, અક્ષય, પ્રવિણને ઇજાઓ પહોંચાડી હતી.વારસીયા પોલીસે બંન્ને પક્ષની સામસામી ફરિયાદો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:53 pm IST)