Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

વડોદરા તાલુકાના આમોદરમાં બંદોબસ્તમાં ઉભેલા જવાનનું પીએસઆઇની કારની હડફેટે ઘટનાસ્થળેજ મોત

વડોદરા:તાલુકાના આમોદર ગામ પાસે બંદોબસ્ત માં ઉભેલા પોલીસ જવાન નું PSIની જ કાર થી અકસ્માત સર્જાતા ઘટના સ્થળે પોલીસ જવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે ફરજ ઉપરના અન્ય સ્ટાફ દ્વારા સમયસર સારવાર અપાવવામાં નિષ્કાળજી દાખવતા મારા ભાઇનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ મોટાભાઇએ મુક્યો હતો.

મળતી માહિતી પ્રમાણે GEB માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અનિલભાઈ કાંતિભાઈ રાજપૂત ચૂંટણીની કામગીરી માટે બનાવેલ સ્પેશિયલ સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ પર હતા. અને વાઘોડિયા તાલુકાના આમોદર ગામ પાસે બસ સ્ટેન્ડ પર ફરજ પર હતા.દરમિયાન વડોદરાથી વાઘોડિયા તરફ પુરપાટ જઇ રહેલી વાઘોડિયા પોલીસ મથકના સિનીયર PSI સંદિપ દેસાઇની કારે પો.કો. અનિલભાઇ રાજપુતને અડફેટમાં લીધા હતા.જ્યારે કાર રોડ ના કિનારે મુકેલ બાંકડા સાથે ધડાકા ભેર અથડાઈ હતી. અકસ્માતમાં અનિલભાઈ રાજપૂત ને પગ સાથે શરીરના અન્ય ભાગમાં ભારે ઇજા પહોંચી હતી.

અકસ્માત થતાની સાથે જ સ્થાનિક લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. પો.કો. અનિલભાઇ રાજપુત સાથે ફરજ બજાવી રહેલા અન્ય સ્ટાફે તુરત જ 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી. અને તેઓને વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પરંતુ, પો.કો. અનિલભાઇ રાજપુતને સયાજી હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાંજ તેઓનું મોત નીપજ્યું હતું.

મોતને ભેટેલા પો.કો.ના મોટાભાઇ દિલીપભાઇ રાજપુતે આક્ષેપ કર્યો હતો. ઘટના સમયે સરકારી વાહન પણ હતું. પરંતુ, સ્ટાફ દ્વારા સરકારી ગાડીમાં ભાઇને હોસ્પિટલમાં લઇ જવાના બદલે 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી. એમ્બ્યુલન્સની રાહ જોવામાં ભાઇને સમયસર સારવાર ન મળતા મોત નીપજ્યું છે.

(5:51 pm IST)